IND vs SA: સાઉથ આફ્રિકાની પ્રથમ વનડેમાં જીત, KL રાહુલની કેપ્ટનશિપ પર ઉઠ્યા સવાલ, જાણો ટીમ ઈન્ડિયાની હારનું મોટું કારણ
South Africa vs India 1st ODI: બોલેન્ડ પાર્ક, પાર્લ ખાતે રમાયેલી પ્રથમ ODIમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 31 રને હરાવ્યું. આ સાથે જ યજમાન ટીમે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 4 વિકેટે 296 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા નિર્ધારિત ઓવરમાં 265 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી વિરાટ કોહલી, શિખર ધવન અને શાર્દુલ ઠાકુરે અડધી સદી ફટકારી હતી, પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.
ટીમ ઈન્ડિયાની આ હાર બાદ કેપ્ટન કેએલ રાહુલની કેપ્ટનશીપ પર સવાલો ઉઠી રહ્યા છે. ભારતની હારનું સૌથી મોટું કારણ રાહુલની કેપ્ટનશિપને ફેન્સ જણાવી રહ્યા છે. ફેન્સ સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
ચાહકોનું કહેવું છે કે ટીમમાં વેંકટેશ અય્યરના રૂપમાં છઠ્ઠો બોલિંગ વિકલ્પ હોવા છતાં પણ કેપ્ટન કેએલ રાહુલને બોલિંગ કરવા માટે માત્ર પાંચ બોલર મળ્યા, જેના કારણે ભારતને હારનો સામનો કરવો પડ્યો.
કિંગ કોહલી અને શિખર ધવને 92 રનની ભાગીદારી કરી હતી. ધવને 84 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 79 રન બનાવ્યા હતા. તે જ સમયે, કોહલીએ 63 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 51 રનની ઇનિંગ રમી હતી.
દક્ષિણ આફ્રિકા તરફથી કેપ્ટન ટેમ્બા બાવુમાએ 110 રન બનાવ્યા હતા. બીજી તરફ રાસી વાન ડેર ડુસેને અણનમ 129 રન બનાવ્યા હતા. બાવુમાએ પોતાની સદી દરમિયાન આઠ ચોગ્ગા અને 143 બોલનો સામનો કર્યો હતો. તે જ સમયે, ડ્યુસેને 96 બોલની ઈનિંગમાં 9 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.
અંતમાં શાર્દુલ ઠાકુરે 43 બોલમાં 50 રનની અણનમ ઇનિંગ રમી હતી. પરંતુ તે હારનું માર્જિન જ ઘટાડી શક્યો. ઠાકુરે પાંચ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ જસપ્રીત બુમરાહ 23 બોલમાં 14 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.