Photos: વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, ટીમ ઈન્ડિયાએ ખરાબ રીતે આપી હાર, તસવીરોમાં જુઓ મેચનો રોમાંચ
IND vs PAK: ભારતે પાકિસ્તાનને હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી હતી. આ પહેલા રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને હરાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું. આ રીતે ટીમ ઈન્ડિયાએ સતત ત્રીજી જીત વર્લ્ડ કપમાં નોંધાવી. ભારતે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં અફઘાનિસ્તાનનો પરાજય થયો હતો. (તસવીર- સોશિયલ મીડિયા)
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી પાકિસ્તાની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમને 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે 3 વિકેટે ટાર્ગેટ મેળવી લીધો હતો. (તસવીર- સોશિયલ મીડિયા)
ભારતીય ટીમ તરફથી રોહિત શર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 63 બોલમાં 86 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. આ સિવાય શ્રેયસ અય્યરે 62 બોલમાં 53 રન બનાવ્યા હતા. (તસવીર- સોશિયલ મીડિયા)
આ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાન તરફથી બાબર આઝમે સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. આ સિવાય મોહમ્મદ રિઝવાને 49 રનનું યોગદાન આપ્યું હતું. (તસવીર- સોશિયલ મીડિયા)
ભારત તરફથી જસપ્રિત બુમરાહ ઉપરાંત મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. જોકે શાર્દુલ ઠાકુરને સફળતા મળી ન હતી. (તસવીર- સોશિયલ મીડિયા)
હવે ભારતીય ટીમ 3 મેચમાં સતત 3 જીત બાદ 6 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગઈ છે. જો કે, ન્યુઝીલેન્ડના પણ 3 મેચમાં 6 પોઈન્ટ છે, પરંતુ સારા નેટ રન રેટના કારણે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. (તસવીર- સોશિયલ મીડિયા)