Jasprit Bumrah T20 WC 2024: જસપ્રીત બુમરાહ બન્યો પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ, ફાઈનલમાં હારેલી મેચ જીતાવી
ભારતે 2024 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવ્યું હતું. જસપ્રીત બુમરાહ 2024 T20 વર્લ્ડ કપનો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વર્લ્ડ કપમાં બુમરાહે આઠ મેચમાં 15 વિકેટ લીધી હતી અને ઘણી વખત ભારતને હારેલી મેચમાં જીત અપાવી હતી. (તસવીર- પીટીઆઈ)
ફાઈનલ મેચમાં જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 18 રન આપીને બે વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકાને 18 બોલમાં 22 રનની જરૂર હતી ત્યારે બુમરાહે 18મી ઓવરમાં માત્ર બે રન આપ્યા અને એક વિકેટ લીધી. અહીંથી ભારતની જીત લગભગ નિશ્ચિત હતી. (તસવીર- પીટીઆઈ)
ભારત ચેમ્પિયન બન્યા પછી, બુમરાહે કહ્યું, સામાન્ય રીતે હું મારી લાગણીઓને કાબૂમાં રાખવા અને કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરું છું, પરંતુ આજે મારી પાસે શબ્દો નથી, હું સામાન્ય રીતે રમત પછી રડતો નથી, પરંતુ લાગણીઓ થઈ રહી છે. (તસવીર- પીટીઆઈ)
તેણે આગળ કહ્યું, અમે મુશ્કેલીમાં હતા પરંતુ અમે તે સ્ટેજ પરથી જીતવા માટે ખરેખર ઉત્સાહિત હતા. તમારી ટીમને આના જેવી રમતમાં જીત અપાવવાથી વધુ સારી લાગણી બીજી કોઈ નથી. (તસવીર- પીટીઆઈ)
બુમરાહે કહ્યું, હું હંમેશા એક સમયે એક બોલ અને એક ઓવર વિચારું છું, બહુ આગળ વિચારતો નથી. લાગણીઓ હાવી થઈ શકે છે, તે હાવી થઈ રહી હતી પરંતુ તમારે તેને નિયંત્રણમાં રાખવી પડશે. (તસવીર- પીટીઆઈ)