Cricket Jersey No: એ કઇ રીતે નક્કી થાય છે કે, કયો ખેલાડી કયા નંબરની જર્સી પહેરશે ? જાણી લો નિયમ
Cricket Jersey No: BCCIએ હાલમાં મહેન્દ્રસિંહ ધોનીની જર્સી નંબર 7 રિટાયર કરી છે. મતલબ કે હવે કોઈ યુવા ખેલાડી આ નંબરની જર્સીની માંગ કરી શકશે નહીં. તમને ખબર છે, ક્રિકેટમાં જર્સી નંબરને લઇને શું છે નિયમ, ને કઇ રીતે ખેલાડીઓ જર્સી નંબર અપાય છે. નહીં ને, જાણો અહીં...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત સહિત સમગ્ર વિશ્વમાં ક્રિકેટને પસંદ કરવામાં આવે છે. લોકો ક્રિકેટરોને પણ ખૂબ પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે મેચ દરમિયાન ખેલાડીઓ જે જર્સી પહેરે છે તેના પર નંબર કેવી રીતે લખે છે. તમને જણાવી દઈએ કે, ક્રિકેટરોને જર્સી કે ટી-શર્ટ નંબર આપવામાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની કોઈ ભૂમિકા નથી. ભારત સહિત તમામ દેશોના ક્રિકેટરો પોતાની જર્સી કે ટી-શર્ટ પસંદ કરે છે.
કયો ખેલાડી કયા નંબરની જર્સી પહેરશે તે કેવી રીતે નક્કી થાય છે? તેનો નિયમ શું છે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને દેશના સંબંધિત બોર્ડ દ્વારા આ અંગે કોઈ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી, પરંતુ ખેલાડીઓએ ધ્યાનમાં રાખવું પડશે કે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ બે ખેલાડીઓની જર્સી નંબર સરખા ના હોઈ શકે. હાલમાં ભારતીય ટીમના વિરાટ કોહલીની જર્સી નંબર 18, ધોનીની જર્સી નંબર 7 અને રોહિત શર્માની જર્સી નંબર 45 છે. સચિન તેંડુલકરની જર્સીની વાત કરીએ તો તેનો નંબર 10 હતો.
મહેન્દ્રસિંહ ધોનીનો જન્મદિવસ 7મી જુલાઈએ આવે છે, તેથી તેણે તેના જર્સી નંબર તરીકે 7 નંબર પસંદ કર્યો. ધોનીને ફૂટબોલ પસંદ છે અને તેના ફેવરિટ ખેલાડી રોનાલ્ડોની જર્સી નંબર પણ 7 છે.
સચિન તેંડુલકરે પોતાનો જર્સી નંબર પોતે પસંદ કર્યો કારણ કે તે તેના માટે લકી હતો. એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે કહ્યું હતું કે તેની સરનેમ (તેંડુલકર) માં 10 નંબર આવે છે, તેથી તેણે તેની જર્સી અથવા ટી-શર્ટ માટે 10 નંબર પસંદ કર્યો હતો.
વળી, વિરાટ કોહલીએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તે 18 નંબરની જર્સી પહેરીને પોતાને ભાગ્યશાળી માને છે. કારણ કે તેના પિતાનું 18 ડિસેમ્બર 2006ના રોજ અવસાન થયું હતું. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે 18 નંબરની ટી-શર્ટ પહેર્યા બાદ તેને લાગે છે કે તેના પિતા તેની આસપાસ છે. કોહલી અંડર-19 દિવસથી આ 18 નંબરની જર્સી પહેરે છે.
જ્યારે રાહુલ દ્રવિડના કિસ્સામાં વસ્તુઓ થોડી બદલાઈ ગઈ હતી. વાસ્તવમાં, તેના કરિયરના શરૂઆતના દિવસોમાં તેણે જર્સી નંબર 5 પસંદ કર્યો હતો, પરંતુ લગ્ન પછી તેણે નંબર બદલીને 19 કરી દીધો. કારણ કે તે માનતો હતો કે તેની પત્ની તેના માટે ખૂબ જ લકી છે અને તેનો જન્મદિવસ પણ આ દિવસે આવે છે.