Photos: 14 વર્ષ પહેલા આજના જ દિવસે સચિન તેંદુલકરે બનાવ્યો હતો 'વર્લ્ડ રેકોર્ડ'
Sachin Tendulkar: 14 વર્ષ પહેલા 'ક્રિકેટના ભગવાન' કહેવાતા સચિન તેંદુલકર ODI ક્રિકેટમાં એવી સિદ્ધિ મેળવી હતી, જે તેમના પહેલા કોઈ કરી શક્યું ના હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App14 વર્ષ પહેલા આ દિવસે સચિન તેંદુલકરે ODIમાં બેવડી સદી ફટકારી હતી. તેંદુલકરે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં આ ઐતિહાસિક ઇનિંગ રમી હતી.
સચિન તેંદુલકર ODIમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે. આફ્રિકા સામેની મેચમાં તે અણનમ રહ્યો હતો.
ભૂતપૂર્વ ભારતીય લિજેન્ડે 147 બૉલમાં 25 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 200* રન બનાવ્યા હતા. જ્યારે સચિને તેની બેવડી સદી પૂરી કરી ત્યારે મહેન્દ્રસિંહ ધોની તેની સાથે ક્રીઝ પર હાજર હતો.
સચિન તેંદુલકરની બેવડી સદીની મદદથી ભારતે 50 ઓવરમાં 3 વિકેટે 401 રન બનાવ્યા હતા.
લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકા 42.5 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આફ્રિકાને 153 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
આફ્રિકા માટે એબી ડી વિલિયર્સે 101 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 114* રન બનાવ્યા હતા.