Photos: પાંચ એવા ક્રિકેટરો, જેમને વનડેમાં ધમાલ મચાવી છે પરંતુ ક્યારેય સદી નથી ફટકારી શક્યા, લિસ્ટમાં એક ભારતીય પણ.....
Cricket Stats: ક્રિકેટની રમતામાં માત્ર ગણ્યાગાંઠ્યા જ ક્રિકેટરો છે જેમને પોતાની કેરિયરમાં રેકોર્ડની લાંબી લાઇનો લગાવી હોય, અથવા તો લગાવી રહ્યાં છે. પરંતુ કેટલાક ક્રિકેટરો એવા છે જેમના નામે માત્ર સામાન્ય રેકોર્ડ પણ નથી નોંધાતા પરંતુ ક્રિકેટમાં ધમાલ જરૂર મચાવી રહ્યાં હોય છે. શું તમે જાણો છો કે માઈકલ વોન અને મિસ્બાહ-ઉલ-હક જેવા ખેલાડીઓ વનડે ફોર્મેટમાં ક્યારેય સદીનો આંકડો ક્યારેય પાર કરી શક્યા નથી, આ લિસ્ટમાં ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકનું નામ સામેલ છે. જાણો અહીં એવા પાંચ ક્રિકેટરો જેમને વનડે ક્રિકેટમાં ક્યારેય સદી નથી ફટકારી....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમિસ્બાહ-ઉલ-હક, પાકિસ્તાન - પૂર્વ પાકિસ્તાની કેપ્ટન મિસ્બાહ ઉલ હક લાંબા સમય સુધી પોતાના દેશ માટે રમ્યો હતો, પરંતુ તે ક્યારેય વનડે ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી. મિસ્બાહ-ઉલ-હકે પાકિસ્તાન માટે 162 વનડે રમી છે, પરંતુ સદીનો આંકડો પાર કરી શક્યો નહીં. (ફોટો ક્રેડિટ- સોશ્યલ મીડિયા)
ઇયાન બોથમ, ઇંગ્લેન્ડ - ઈયોન બોથમ ક્રિકેટ ઈતિહાસનો દિગ્ગજ ઓલરાઉન્ડર રહ્યો છે. આ ખેલાડીએ ઈંગ્લેન્ડ માટે 116 વનડે રમી હતી, પરંતુ વનડે ફોર્મેટમાં સદી ફટકારી શક્યો ન હતો. (ફોટો ક્રેડિટ- સોશ્યલ મીડિયા)
માઇકલ વૉન, ઇંગ્લેન્ડ - માઈકલ વૉનએ ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં ઈંગ્લેન્ડની ટીમનું સુકાન સંભાળ્યું છે. માઈકલ વૉન ઈંગ્લેન્ડ માટે 86 વનડે રમ્યો છે, પરંતુ તે સદી ફટકારવામાંથી ચૂકી ગયો હતો. (ફોટો ક્રેડિટ- સોશ્યલ મીડિયા)
ગ્રેહામ થૉર્મ, ઇંગ્લેન્ડ - ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડી ગ્રેહામ થૉર્પે પોતાની કારકિર્દીમાં 81 મેચ રમી હતી. આ ખેલાડીએ વનડે ફોર્મેટમાં 21 વાર ફિફ્ટી ફટકારી છે, પરંતુ તે ક્યારેય સદી ફટકારી શક્યો નહીં. (ફોટો ક્રેડિટ- સોશ્યલ મીડિયા)
દિનેશ કાર્તિક, ભારત - આ સાથે જ આ અનિચ્છનીય લિસ્ટમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકનું નામ પણ સામેલ છે. આ ખેલાડીએ ભારત માટે 94 વનડે રમી છે. વનડે ફોર્મેટમાં દિનેશ કાર્તિકનો હાઇએસ્ટ સ્કૉર 79 રન છે. (ફોટો ક્રેડિટ- સોશ્યલ મીડિયા)