Photos: કોહલી-સરફરાઝની અડધી સદી, બેંગ્લોર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું પુનરાગમન
બેંગલોર ટેસ્ટના ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ત્રીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર 3 વિકેટે 231 રન છે. (ફોટો ક્રેડિટ- BCCI)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ટીમ પ્રથમ દાવના આધારે ન્યુઝીલેન્ડ કરતા 125 રન પાછળ છે. આ સાથે જ ભારતની 7 વિકેટ બાકી છે. ભારત માટે રોહિત શર્મા બાદ વિરાટ કોહલી અને સરફરાઝ ખાને ત્રીજા દિવસે પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. (ફોટો ક્રેડિટ- BCCI)
વિરાટ કોહલી દિવસના છેલ્લા બોલ પર આઉટ થયો હતો. આ પહેલા વિરાટ કોહલીએ 102 બોલમાં 70 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને સરફરાઝ ખાન વચ્ચે 136 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. (ફોટો ક્રેડિટ- BCCI)
આ પહેલા રોહિત શર્માએ શાનદાર ઇનિંગ રમી હતી. રોહિત શર્મા 52 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે પ્રથમ વિકેટ માટે 72 રન જોડ્યા હતા. યશસ્વી જયસ્વાલ 35 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. (ફોટો ક્રેડિટ- BCCI)
અત્યાર સુધી એજાઝ પટેલ ન્યુઝીલેન્ડ માટે સૌથી સફળ બોલર રહ્યો છે. એજાઝ પટેલને 2 સફળતા મળી છે. જ્યારે ગ્લેન ફિલિપ્સને વિરાટ કોહલીની કિંમતી વિકેટ મળી હતી. (ફોટો ક્રેડિટ- BCCI)