World Cup 2023: શું રવિન્દ્ર જાડેજા બેટિંગમાં ફ્લૉપ જશે તો ભારત માટે બનશે મુસીબત ? 5 ઓક્ટોબરથી વર્લ્ડકપની શરૂઆત
Ravindra Jadeja Team India: રવિન્દ્ર જાડેજા વર્લ્ડકપ 2023માં ટીમ ઈન્ડિયા તરફથી રમશે. જાડેજાનું ટીમ ઇન્ડિયાનું ઓલરાઉન્ડર પ્રદર્શન છે, પરંતુ હાલની સ્થિતિમાં તે બેટિંગમાં કંઇ ખાસ કરી શકતો નથી, જે ટીમ માટે ચિંતાનો વિષય બની ગયો છે. આગામી 5મી ઓક્ટોબરથી શરૂ થતાં વર્લ્ડકપમાં પણ જાડેજાની બેટિંગ ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય બની શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22મી સપ્ટેમ્બરથી વનડે સીરીઝ રમાશે. આ પછી તરત જ 5 ઓક્ટોબરથી વર્લ્ડકપ 2023 શરૂ થવાનો છે. ભારતીય ટીમે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને તક આપી છે. જાડેજા એક અનુભવી ખેલાડી છે અને તેને અનેકવાર પ્રસંગોએ શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ છેલ્લી કેટલીક મેચોમાં તે ઓલરાઉન્ડરની ભૂમિકામાં ટકી શક્યો નથી.
જાડેજાએ એશિયા કપ 2023 દરમિયાન વિકેટ લીધી હતી, પરંતુ તે બેટિંગમાં ફ્લૉપ રહ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં જાડેજાએ માત્ર 14 રન બનાવ્યા હતા. વરસાદના કારણે આ મેચ રદ કરવામાં આવી હતી. આ પછી તે શ્રીલંકા સામે 4 રન બનાવીને આઉટ થયો હતો. જાડેજા બાંગ્લાદેશ સામે 7 રન બનાવીને આઉટ થયો હતો.
જાડેજાને એશિયા કપની ત્રણ મેચમાં બેટિંગ કરવાની તક મળી હતી, પરંતુ તે અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યો ન હતો. જાડેજાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરીઝમાં પણ રન બનાવ્યા ના હતા. બ્રિજટાઉનમાં રમાયેલી પ્રથમ વનડેમાં તેને 16 રન બનાવ્યા હતા. બીજી વનડેમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. ત્રીજી વનડેમાં પણ તે માત્ર 8 રન જ બનાવી શક્યો હતો.
વર્લ્ડકપ 2023માં ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. આ મેચ ચેન્નાઈમાં રમાશે. જાડેજાનું બેટિંગ પ્રદર્શન ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી બની શકે છે. તે લૉઅર મીડલ ઓર્ડરમાં બેટિંગ કરવા આવે છે. જ્યારે ટોચના બેટ્સમેનો કંઈ ખાસ કરી શકતા નથી ત્યારે મીડલ ઓર્ડરની મહત્વની જવાબદારી હોય છે.
ઉલ્લેખનીય છે કે, જાડેજાની સાથે ભારતે ઓસ્ટ્રેલિયા સીરીઝ માટે રવિચંદ્રન અશ્વિન અને વોશિંગ્ટન સુંદરને પણ ટીમમાં સામેલ કર્યા છે. જો આ બંને ખેલાડીઓનું પ્રદર્શન સારું રહેશે તો તેઓ વર્લ્ડકપની અંતિમ ટીમમાં જગ્યા મેળવી શકે છે. જો આપણે જાડેજાની વાત કરીએ તો તે બૉલિંગમાં બિલને સારી રીતે ફીટ કરે છે. પરંતુ હાલમાં તે ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવવા સક્ષમ નથી.