Happy Birthday: એકસમયે કહેર બનીને પાકિસ્તાન પર તૂટી પડ્યો હતો ઇશાન્ત શર્મા, છુટી ગયા હતા બેટ્સમેનોના પરસેવા.....
Happy Birthday Ishant Sharma: ભારતીય ક્રિકેટર ઇશાન્ત શર્માનો આજે જન્મદિવસ છે, આજે ભારતીય ક્રિકેટર ઇશાન્ત શર્મા 36 વર્ષનો થઇ ચૂક્યો છે. ઇશાન્ત શર્માએ અત્યાર સુધી ભારત માટે 100 થી વધુ ટેસ્ટ મેચ રમી છે, તેને ટેસ્ટમાં પહેલી 5 વિકેટો પાકિસ્તાન વિરુદ્ધ જ ઝડપી હતી. તેને તે સમયે પાકિસ્તાનની બેટ્સમેનોનો પરસેવો છોડાવી દીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બૉલર ઇશાન્ત શર્મા આજે પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ઇશાન્ત શર્મા ભારતનો મહત્વનો બૉલર રહ્યો છે. ઇશાન્ત શર્મા એવા ભારતીય ક્રિકેટરોમાંથી એક છે, જેને 100 થી વધુ ટેસ્ટ મેચ રમી છે.
તેણે ટેસ્ટ ક્રિકેટમાં હંમેશા પ્રભુત્વ જમાવ્યું છે. કારકિર્દીની શરૂઆતમાં જ તેને ટેસ્ટમાં 5 વિકેટ લઈને પાકિસ્તાનને પરસેવો પાડી દીધો હતો.
2007માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર ઇશાન્ત શર્માએ પાકિસ્તાન સામેની હોમ ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચમાં પોતાની કારકિર્દીની પ્રથમ 5 વિકેટો ઝડપી હતી. 2007માં પાકિસ્તાનની ટીમે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ માટે ભારતનો પ્રવાસ કર્યો હતો.
સીરીઝની ત્રીજી મેચમાં યુવા ઇશાન્ત શર્માએ પોતાની ઝડપી બૉલિંગ દેખાડી હતી. સીરીઝની ત્રીજી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી.
પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 626 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ પ્રથમ દાવમાં માત્ર 537 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી ઇશાન્ત શર્માએ સૌથી વધુ 5 વિકેટો લીધી હતી.
ભારત તરફથી ઇશાન્ત શર્માએ 33.1 ઓવરમાં 118 રન આપીને 5 વિકેટો ઝડપી હતી. જો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી આ મેચ ડ્રૉ રહી હતી.