Photos: કેન્સરથી લઇને એક્સિડેન્ટ સુધી, આ ક્રિકેટરો આપી ચૂક્યા છે મોતને માત, મેદાનમાં કર્યુ શાનદાર કમબેક...
Photos: ક્રિકેટની દુનિયામાં ઘણાબધા ક્રિકેટરો એવા છે જે ઇન્જરી બાદ ક્રિકેટમાં મેદાન પર વાપસી નથી કરી શક્યા. પરંતુ આમાં કેટલાક ક્રિકેટરો એવા પણ છે, જેને કેન્સરથી લઇને અકસ્માત જેવી ગંભીર સમસ્યા સામે બાથ ભીડી છે અને બાદમાં મેદાન પર જબરદસ્ત કમબેક કરી ચૂક્યા છે. આ લિસ્ટમાં યુવરાજ સિંહથી લઇને નિકોલસ પૂરન જેવા સ્ટાર ક્રિકેટરો સામેલ છે. જુઓ કમબેક ક્રિકેટરોનુ લિસ્ટ....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવરાજ સિંહ - આ લિસ્ટમાં પહેલા નંબર પર ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહનુ નામ છે, યુવરાજ એક એવો ખેલાડી છે જેને જીવલેણ કેન્સર જેવી બિમારી સામે લડીને કમબેક કર્યુ છે. એક સમયે આશા સંપૂર્ણ રીતે તુટી ગઇ હતી, તેના ફેફસામાં કેન્સરની ગાંઠો નીકળી હતી. તે સમયે યુવરાજે કેન્સર સામે જંગ જીત્યો અને મેદાન પર વાપસી કરી હતી.
પેટ કમિન્સ - ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બૉલર અને હાલનો ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ પણ આ લિસ્ટમાં સામેલ છે. પેટ કમિન્સની હાથમાં વચ્ચેની આંગળી એક સમયે ભાંગી ગઇ હતી, બાળપણમાં તેની બહેને તેના પર એક દરવાજો પાડી દીધો હતો, જોકે બાદમાં પેટ કમિન્સે મજબૂત ક્રિકેટમાં વાપસી કરી અને આજે સ્ટાર ક્રિકેટર છે. (ફોટો સૉર્સ - સોશ્યલ મીડિયા)
માર્ટિન ગપ્ટિલ - ન્યૂઝીલેન્ડનો સ્ટાર ધાકડ બેટ્મસેન માર્ટિન ગપ્ટિલ પણ દૂર્ઘટનાનો શિકાર બની ચૂક્યો છે. તેના ડાબા પગની ત્રણ આંગળીઓ નથી, 13 વર્ષની ઉંમરે ફૉર્કલિફ્ટ દૂર્ઘટનાનો શિકાર થઇ ગયો હતો. (ફોટો સૉર્સ - સોશ્યલ મીડિયા)
મેથ્યૂ વેડ - ઓસ્ટ્રેલિયાનો સ્ટાર વિકેટકીપર મેથ્યૂ વેડ પણ ઇન્જરીનો શિકાર બની ગયો છે, તેને 16 વર્ષની ઉંમરે વૃષણ કેન્સર (Testicular cancer) થયુ હતુ, તેને બાદમાં બિમારીને માત આપીને ક્રિકેટમાં શાનદાર વાપસી કરી. (ફોટો સૉર્સ - સોશ્યલ મીડિયા)
નિકોલસ પૂરન - વેસ્ટ ઇન્ડિઝનો સ્ટાર બેટ્સમેન નિકોલસ પૂરન પણ ભયંકર એક્સિડેન્ટનો શિકાર થઇ ગયો હતો, પૂરન જ્યારે 19 વર્ષનો હતો તે સમયે તેનો ભયંકર એક્સિડેન્ટ થયો હતો, અને તેના બન્ને પગ તુટી (fractured) ગયા હતા. ડૉક્ટરોએ કહ્યું હતુ કે તે ક્યારેય ક્રિકેટ નહીં રમી શકે, પરંતુ સખત મહેનત બાદ તેને શાનદાર વાપસી કરી. (ફોટો સૉર્સ - સોશ્યલ મીડિયા)