Photos: એરપોર્ટ પર નજર મળી ને થઇ ગયો પ્રેમ, Valentine's Day પર વાંચો સચિન-અંજલીની દિલચસ્પ લવ સ્ટૉરી
Sachin Tendulkar: સચિન તેંદુલકર અને અંજલિની લવસ્ટોરી ઘણી રસપ્રદ રહી છે. સચિને પહેલીવાર અંજલીને એરપોર્ટ પર જોઈ અને પછી તેને પ્રેમ થઈ ગયો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીમ ઈન્ડિયાના મહાન ક્રિકેટર સચિન તેંદુલકરે પોતાની કારકિર્દી દરમિયાન ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા. કોઈપણ ખેલાડી માટે તેના રેકોર્ડ તોડવાનું આસાન નહીં હોય. નિવૃત્તિ બાદ સચિન મોટાભાગનો સમય પરિવાર સાથે વિતાવે છે. તેમની લવ સ્ટોરી ઘણી રસપ્રદ રહી છે.
સચિને પહેલીવાર અંજલીને એરપોર્ટ પર જોઈ અને પછી તેને પ્રેમ થઈ ગયો. સચિન ઈંગ્લેન્ડથી પરત ફર્યો હતો અને અંજિલ તેની માતાને લેવા એરપોર્ટ પર આવ્યો હતો. અંજિલ મેડિકલ સ્ટુડન્ટ હતી. તે અભ્યાસમાં ખૂબ વ્યસ્ત હતી. આ કારણે તે ક્રિકેટથી દૂર હતી.
પરંતુ સચિન તેના જીવનમાં આવતાની સાથે જ તેનો ક્રિકેટમાં રસ વધી ગયો. અંજલિ સચિનની ઘણી મેચ જોવા સ્ટેડિયમમાં ગઈ છે. તેમની પ્રથમ મુલાકાત પછી, બંનેએ લગભગ 5 વર્ષ સુધી ડેટિંગ કર્યું અને પછી લગ્ન કર્યા.
સચિને 1995માં અંજલિ સાથે લગ્ન કર્યા હતા. સારાનો જન્મ બે વર્ષ પછી થયો હતો. સારા સચિનની પુત્રી છે. તે ઓક્ટોબર 1997માં આ દુનિયામાં આવી હતી. અર્જૂનનો જન્મ લગભગ 2 વર્ષ પછી થયો હતો.
સારા તેંદુલકર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર ફેમિલી ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. સચિને ઘણી વખત સારા સાથેના ફોટા પણ શેર કર્યા છે.