Photos: બુમરાહથી યુવરાજ સુધી... ભારતીય ક્રિકેટરોએ આ રીતે મનાવી રક્ષાબંધન, જુઓ તસવીરો

Raksha Bandhan: ગઇકાલે દેશના વિવિધ ભાગોમાં રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર રક્ષાબંધનની ઉજવણીની તસવીરો શેર કરી છે. જે ખુબ જ સરસ છે. યુવરાજ સિંહ, જસપ્રીત બુમરાહ, દીપક ચહર અને રિંકુ સિંહએ મનાવી રક્ષાબંધન.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહે સોશિયલ મીડિયા પર રક્ષાબંધનની તસવીરો શેર કરી છે. આ ફોટોમાં ફાસ્ટ બૉલર તેની બહેન સાથે જોવા મળી રહ્યો છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજસિંહે તેની બહેન સાથે રક્ષાબંધનની ઉજવણી કરી. આ ભારતીય દિગ્ગજ ખેલાડીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફોટો શેર કર્યો છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
ટીમ ઈન્ડિયાની ઉભરતી સ્ટાર રિંકુ સિંહે તેની બહેન સાથે રક્ષાબંધનની ઉજવણી કરી. તેમજ આ ફિનિશરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
ભારતીય ફાસ્ટ બૉલર દીપક ચહરે આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફોટોમાં દીપક ચાહરની બહેન રાખડી બાંધતી જોવા મળી રહી છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
આ સિવાય ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે તેની બહેન સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. તેમજ આ લેગ સ્પિનરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)