Team India Future Stars: ટીમ ઇન્ડિયા માટે આ વર્ષે ડેબ્યૂ કરનારા આ ચાર ખેલાડીઓ બની શકે છે Future Stars
નવી દિલ્હીઃ વર્ષ 2021 ટીમ ઇન્ડિયા માટે અનેક મામલે સારુ રહ્યું છે. આ વર્ષે ભારતીય ક્રિકેટ ટીમમા અનેક ફેરફાર જોવા મળ્યા છે. આ સાથે જ ટીમમાં અનેક નવા ખેલાડીઓની એન્ટ્રી થઇ છે. ભારત માટે ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, દેવદત્ત પડિક્કલ અને વેંકટેશ ઐય્યરે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. આ ખેલાડી ટીમ ઇન્ડિયાના ભવિષ્યના સ્ટાર સાબિત થઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇશાન કિશન વિકેટકીપર હોવાની સાથે સારો બેટ્સમેન પણ છે. ઇશાન કિશને માર્ચ 2021માં ટી-20 મેચથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતુ. તેણે ઇગ્લેન્ડ વિરુદ્ધ મેચ રમી હતી. બાદમાં જૂલાઇ 2021માં શ્રીલંકા સામે કરિયરની પ્રથમ ઇન્ટરનેશનલ વન-ડે રમી હતી. ઇશાન અત્યાર સુધી 2 વન-ડે અને પાંચ ટી-20 મેચ રમી ચૂક્યો છે. દરમિયાન તેણે એક-એક અડધી સદી ફટકારી છે. ઇશાને આઇપીએલમાં સારુ પ્રદર્શન કર્યું છે. તે ભારતનો ઉભરતો સ્ટાર છે.
ઓલરાઉન્ડર વેંકટેશ ઐય્યરે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ નવેમ્બર 2021માં ઇન્ટરનેશનલ મેચ રમી હતી. આ અગાઉ તેણે લિસ્ટ-એમાં 30 મેચમાં 1228 રન બનાવ્યા છે અને 19 વિકેટ લીધી છે.
દેવદત્ત પડિક્કલે શ્રીલંકાના કોલંબોમાં જૂલાઇ 2021માં ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. જોકે આ પ્રવાસ બાદ તેને વાપસીની તક મળી નથી. દેવદત્તે આઇપીએલમાં 2020માં સીઝનથી ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેણે 29 મેચમાં 884 રન બનાવી ચૂક્યો છે.
ઋતુરાજ ગાયકવાડ ટીમ ઇન્ડિયાનો ભવિષ્યનો સ્ટાર ખેલાડી છે. તેમણે શ્રીલંકા વિરુદ્ધ કોલંબોમાં જૂલાઇ 2021માં ટી-20માં ડેબ્યૂ કર્યું હતું. જોકે, અત્યાર સુધીમાં તે ફક્ત બે જ મેચ રમ્યો છે. તે આઇપીએલમાં સારુ પ્રદર્શન કરી ચૂક્યો છે. અત્યાર સુધી તેણે 62 મેચમાં 2070 રન બનાવી ચૂક્યો છે.