કોરોના કાળમાં 116 દિવસ બાદ થઇ ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી, જુઓ ઇંગ્લેન્ડ-વેસ્ટ ઇન્ડિઝ મેચની તસવીરો
મેચ સાઉથેમ્પટનના રૉઝ બાઉલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેદાનમાં ઇંગ્લેન્ડની ટીમ હજુ સુધી એકપણ મેચ નથી હારી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપહેલા દિવસની રમત પૂર્ણ થઇ ત્યાં સુધી ઇંગ્લેન્ડની ટીમે એક વિકેટ ગુમાવીને 35 રન બનાવી લીધા હતા.
મેચમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. વરસાદના કારણે મેચ થોડી મોડી શરૂ થઇ. મેચમાં ઇંગ્લેન્ડની શરૂઆત સારી ના રહી અને બીજી જ ઓવરમાં પહેલી વિકેટ પડી ગઇ હતી.
શેનન ગેબ્રિયલે ડૉમ સિબલીને બૉલ્ડ કરીને વેસ્ટ ઇન્ડિઝે પહેલી વિકેટ અપાવી હતી. બાદમાં રૉરી બર્ન્સ અને ડેનલીએ ઇંગ્લેન્ડની ઇનિંગને સંભાળી હતી.
ક્રિકેટ ફેન્સ ક્રિકેટની વાપસીની રાહ જોઇ રહ્યાં હતા, જોકે આ મેચ દર્શકો વિના ખાલી સ્ટેડિયમમાં જ રમાઇ રહી છે.
આ મેચમાં તમામ ખેલાડીઓએ ઘૂટણીયે બેસીને રંગભેદનો વિરોધ કર્યો. ખેલાડીઓ અને એમ્પાયરોએ બ્લેક લાઇવ્સ મેટર મૂવમેન્ટને સપોર્ટ કર્યો.
નવી દિલ્હીઃ કોરોના કાળમાં હવે 116 દિવસ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થઇ છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ સાઉથેમ્પટનમાં રમાઇ, આ મેચની કેટલીક તસવીરો સામે આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -