Jhulan Goswami PHOTO: ટીમ ઈન્ડિયાએ ઝુલન ગોસ્વામીને આપી યાદગાર ગીફ્ટ, વનડેમાં ઈંગ્લેન્ડના સુપડા કર્યા સાફ
Jhulan Goswami PHOTO: ભારતીય મહિલા ટીમે લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડને 16 રને હરાવ્યું. આ શાનદાર જીત સાથે ભારતીય ટીમે અનુભવી બોલર ઝુલન ગોસ્વામીને યાદગાર વિદાય આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેચ જીત્યા બાદ સાથી ખેલાડીઓએ ઝુલન ગોસ્વામીને ખભા પર ઉચકી લીધી.
ઝૂલનના જીવન પર એક ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે અને અનુષ્કા શર્મા ઝુલનનું પાત્ર ભજવશે. ફિલ્મનું નામ છપરા એક્સપ્રેસ છે.
ઝુલન ગોસ્વામીને વિદાઈ આપતી વખતે ભાવુક થઈ કેપ્ટન હરમનપ્રીત કૌર
ઝુલન ગોસ્વામીના નામે 204 વન ડે મેચ રમવાનો રેકોર્ડ છે જ્યારે મિતાલી રાજે 232 વન ડે મેચ રમી છે.
ભારતીય મહિલા ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ કહ્યું કે ઝુલન ગોસ્વામી ટીમની મહત્વની સભ્ય રહી છે, તેનું કોઈ રિપ્લેસમેન્ટ નથી.
હરમનપ્રીત કૌરે કહ્યું કે ટીમ પ્રત્યે તેણીનો અભિગમ હંમેશા સારું પ્રદર્શન કરવાનો છે. હરમનપ્રીત કૌર વધુમાં કહે છે કે આની સાથે કોઈ ખેલાડી સ્પર્ધા કરી શકે નહીં
ઝુલન ગોસ્વામીની કારકિર્દી પર નજર કરીએ તો આ અનુભવી ખેલાડી કુલ 284 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકી છે. જેમાં 204 વન ડે સિવાય 12 ટેસ્ટ અને 68 ટી20 સામેલ છે.(All Photos-Instagram)