બાંગ્લાદેશ ટેસ્ટ સીરિઝમાં વિરાટ કોહલીની આ પાંચ મહારેકોર્ડ પર રહેશે નજર
Virat Kohli: બાંગ્લાદેશ સામે રમાનારી 2 મેચની ટેસ્ટ સીરીઝમાં વિરાટ કોહલીની નજર આ 5 મોટા રેકોર્ડ્સ પર હશે. વિરાટ કોહલીને ફરી એકવાર મેદાન પર જોવા માટે ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. કોહલી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી મારફતે મેદાન પર જોવા મળશે. આ શ્રેણીમાં કોહલીની નજર ચોક્કસપણે આ 5 મહાન રેકોર્ડ્સ પર હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટ કોહલી પાસે સૌથી ઝડપી 27,000 રન બનાવનાર બેટ્સમેન બનવાની તક છે. અત્યાર સુધી તેણે 591 ઇનિંગ્સમાં 26942 રન બનાવ્યા છે. હાલમાં સૌથી ઝડપી 27 હજાર રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે, જેણે 623 ઇનિંગ્સમાં આ આંકડો સ્પર્શ કર્યો હતો.
વિરાટ કોહલીને ઘરની ધરતી પર રમતા 12,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરવા માટે માત્ર 11 રનની જરૂર છે. આ આંકડાને સ્પર્શનાર તે એકમાત્ર હાલમાં ક્રિકેટ રમતો ખેલાડી હશે.
કિંગ કોહલીએ તેની ટેસ્ટ કરિયરમાં અત્યાર સુધી 8848 રન બનાવ્યા છે. હવે તેને 9 હજાર રનના આંકડાને સ્પર્શવા માટે માત્ર 152 રનની જરૂર છે.
જો વિરાટ કોહલી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં 3 ફિફ્ટી પ્લસ સ્કોર કરે છે તો ઘરઆંગણે તેનો 100 ફિફ્ટી પ્લસ સ્કોર પૂરો થઈ જશે.
કોહલીએ અત્યાર સુધી ટેસ્ટમાં 29 સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન સર ડોન બ્રેડમેને પણ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 29 સદી ફટકારી હતી. આવી સ્થિતિમાં માત્ર એક સદી ફટકારીને કોહલી ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજનો રેકોર્ડ તોડી નાખશે.