PHOTO: આ વિદેશી ખેલાડીઓએ ભારતીય મૂળની યુવતીઓ સાથે કર્યા લગ્ન, જુઓ
વિશ્વ ક્રિકેટમાં કેટલાક એવા ખેલાડીઓ છે જેમણે ભારતીય મૂળની યુવતીઓ સાથે પોતાના જીવનસાથી તરીકે પસંદ કરી હતી, જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમના ગ્લેન મેક્સવેલનું નામ પણ સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોઈપણ રમતમાં ખેલાડીઓની રમતની સાથે ચાહકોને તેમના અંગત જીવનમાં પણ ખૂબ જ રસ હોય છે. આ જ કારણથી જ્યારે પણ તેમના અફેર કે લગ્ન વિશે કોઈ પણ પ્રકારના સમાચાર સામે આવે છે તો તે ખૂબ જ ઝડપથી વાયરલ થવા લાગે છે. આજે અમે તમને એવા 5 ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે ભારતીય મૂળની છોકરી સાથે લગ્ન કર્યા છે.
પાકિસ્તાની ટીમના ફાસ્ટ બોલર હસન અલીએ વર્ષ 2019માં ભારતીય યુવતી સામિયા આરજુ સાથે લગ્ન કર્યા હતા. હસનની પત્ની સામિયા હરિયાણાના ફરીદાબાદની રહેવાસી છે અને વ્યવસાયે ફ્લાઈટ એન્જિનિયર છે. સામિયા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને ઘણીવાર તેની પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થતી જોવા મળે છે.
વિશ્વ ક્રિકેટના મહાન સ્પિન બોલરોમાંના એક શ્રીલંકાના ભૂતપૂર્વ ઓફ સ્પિનર મુથૈયા મુરલીધરન સામે મોટા બેટ્સમેન સંઘર્ષ કરતા જોવા મળ્યા છે. મુરલીએ ટેસ્ટમાં 800 અને વનડેમાં 534 વિકેટ ઝડપી છે. મુરલીધરન વર્ષ 2004માં પહેલીવાર ભારતીય યુવતી મધીમલારને મળ્યો હતો, ત્યારબાદ તેણે તેની સાથે વર્ષ 2005માં લગ્ન કર્યા હતા.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી શોન ટેટની ગણતરી વિશ્વ ક્રિકેટના સૌથી ફાસ્ટ બોલરોમાં થતી હતી. 2010ની આઈપીએલ સીઝનની એક પાર્ટી દરમિયાન શોન ટેટ ભારતીય મૂળના માસૂમ સિંઘાને મળ્યા હતા અને તેના પ્રેમમાં પડ્યા હતા. જણાવી દઈએ કે વર્ષ 2001માં માસૂમે મિસ અર્થ ઈન્ડિયાનો ખિતાબ પણ જીત્યો હતો.
ઓસ્ટ્રેલિયન ટીમના વર્તમાન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે વર્ષ 2022માં ભારતીય મૂળની છોકરી વિની રમન સાથે લગ્ન કર્યા હતા. બંનેએ પહેલા ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી લગ્ન કર્યા બાદમાં તમિલ રિવાજથી લગ્ન પણ કર્યા હતા. મેક્સવેલે વર્ષ 2020માં જ વિની સાથે સગાઈ કરી હતી પરંતુ કોરોના મહામારીને કારણે તેણે પોતાના લગ્ન થોડા સમય માટે મુલતવી રાખવા પડ્યા હતા.
પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શોએબ મલિકા અને ભારતીય ટેનિસ સુપરસ્ટાર સાનિયા મિર્ઝાની લવસ્ટોરી ક્રિકેટ જગતમાં ખૂબ જ લોકપ્રિય છે. બંને પોતપોતાની રમતમાં મહાન ખેલાડીઓ તરીકે ઓળખાય છે. શોએબે વર્ષ 2008માં સાનિયા સાથે લગ્ન કર્યા હતા.