2024 T20 World Cup: ટી-20 વર્લ્ડકપ માટે ઝહીર ખાને પસંદ કર્યા ચાર ભારતીય બોલરો, આવેશ અને મુકેશને ન આપ્યું સ્થાન
2024 T20 World Cup: ભૂતપૂર્વ ભારતીય અનુભવી ઝડપી બોલર ઝહીર ખાને આગામી ટી-20 વર્લ્ડ કપ માટે ચાર શ્રેષ્ઠ ઝડપી બોલરોની પસંદગી કરી છે. જોકે, તેણે યુવાન અવેશ ખાન અને મુકેશ કુમારનું નામ લીધું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2024 ટી-20 વર્લ્ડ કપ 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા (યુએસએ)માં રમાશે. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી પસંદગી થઈ નથી. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે. રોહિત શર્મા આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી શકે છે. (ફોટો- સોશિયલ મીડિયા)
દરમિયાન, ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ ઝડપી બોલર ઝહીર ખાને આગામી ટી-20 વર્લ્ડ કપ માટે ચાર શ્રેષ્ઠ ઝડપી બોલરોની પસંદગી કરી છે. જોકે, ઝહીરે ભૂતકાળમાં ભારત માટે રમી ચૂકેલા બે યુવા બોલરોના નામ લીધા નથી. (ફોટો- સોશિયલ મીડિયા)
ઝહીરનું માનવું છે કે T20 વર્લ્ડ કપની ટીમમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજનું સ્થાન નિશ્ચિત છે. સાથે જ તેણે પોતાના ચાર ઝડપી બોલરોમાં અવેશ ખાન અને મુકેશ કુમારનો સમાવેશ કર્યો ન હતો. (ફોટો- સોશિયલ મીડિયા)
આ સિવાય ઝહીર ખાને મોહમ્મદ શમીના વખાણ કર્યા જેણે 2023 વન-ડે વર્લ્ડ કપમાં ધમાલ મચાવી હતી. તેણે કહ્યું કે મને વિશ્વાસ છે કે શમી વર્લ્ડ કપ ટીમનો ભાગ હશે અને તે ભારત માટે એક્સ ફેક્ટર પણ સાબિત થઈ શકે છે. (ફોટો- સોશિયલ મીડિયા)
બુમરાહ, સિરાજ અને શમી ઉપરાંત ઝહીર ખાને પણ 2024 ટી-20 વર્લ્ડ કપ માટે અર્શદીપ સિંહની પસંદગી કરી છે. તેનું માનવું છે કે આ ચાર ઝડપી બોલરો આગામી વર્લ્ડ કપમાં સ્થાન મેળવવાના હકદાર છે. નોંધનીય છે કે બીસીસીઆઇએ હજુ સુધી 2024 T20 વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમની પસંદગી કરી નથી. જો કે એ વાત ચોક્કસ છે કે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં માત્ર ત્રણ સ્પિનરો અને ત્રણ ફાસ્ટ બોલરોની પસંદગી થશે, કારણ કે હાર્દિક પંડ્યા પણ ફાસ્ટ બોલરની ભૂમિકા ભજવી શકે છે. (ફોટો- સોશિયલ મીડિયા)