Gay Couple Marriage: તેલંગણામાં ધૂમધામથી ગે કપલે કર્યા લગ્ન, માતાપિતાએ આપ્યા આશીર્વાદ
તેલંગણામાં સમલૈગિક પુરુષોએ એક દાયકાના લાંબા સંબંધો માટે હવે લગ્ન કરી લીધા છે. લગ્ન બાદ આ ગે કપલે કહ્યું કે તેમના લગ્ન લોકોને સંદેશ આપે છે કે ખુશ રહેવા માટે કોઇની મંજૂરીની જરૂર નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેલંગણાનું આ પ્રથમ ગે કપલ માનવામાં આવે છે. લગ્ન અંગે વાત કરતા ગે કપલે કહ્યું કે હાલમાં તેઓ લગ્નનું રજીસ્ટ્રેશન કરાવી શક્યા નથી. જોકે, તેમના લગ્ન ફંક્શનમાં પરિવારના લોકો અને મિત્રો સામેલ થયા હતા.
ગે કપલમાં એક વ્યક્તિનું નામ સુપ્રીમો ચક્રવતી જેની ઉંમર 31 વર્ષની છે અને બીજાનું નામ અભય ડાંગ છે જેની ઉંમર 34 વર્ષ છે.
સુપ્રીમોએ પોતાના સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તેઓ ખૂબ ખુશ જોવા મળી રહ્યા હતા. સાથે તેમનો પરિવાર આ ખુશીમાં સામેલ થયો હતો.
આ અગાઉ બંન્ને જણાએ બેચલર પાર્ટીની તસવીરો શેર કરી હતી. લોકોને તેમની તસવીરો ખૂબ પસંદ આવી રહી છે.
બંન્નેએ પહેલા એકબીજાને રિંગ પહેરાવી અને બાદમાં એક રિસોર્ટમાં લગ્નનું ફંક્શન યોજાયુ હતુ.
ગે કપલની મિત્ર સોફિયા ડેવડે આ લગ્ન કરાવ્યા હતા જે પોતે એક એલજીબીટુક્યુ સમુદાયથી આવે છે