Priyank Panchal Profile: રોહિત શર્મા સાઉથ આફ્રિકા ટૂરમાંથી બહાર થતા ગુજરાતી ખેલાડી પ્રિયાંક પંચાલને મળી તક, જાણો તેના વિશે
ઈન્ડિયન ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માને ટ્રેનિંગ સેશન દરમિયાન ઈજા થતા, ત્રણ ટેસ્ટની સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ ગુજરાતના બેટ્સમેન પ્રિયાંક પંચાલને ટીમમાં સામેલ કરાયો છે. ઈન્ડિયન ટીમના થ્રો ડાઉન સ્પેશિયલિસ્ટ રાઘવેન્દ્રનો બોલ સીધો રોહિતના હાથ પર વાગ્યો હતો જેના કારણે રોહિતને ઈજા પહોંચી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયાંક પંચાલ ગુજરાત તરફથી સ્થાનિક ક્રિકેટ રમે છે. 31 વર્ષનો પ્રિયાંક સાઉથ આફ્રિકા ટૂરમાં ગયેલી ભારત-એ ટીમનો કેપ્ટન પણ હતો. પ્રિયાંક અત્યાર સુધીમાં 100 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચુક્યો છે અને 45.52ની સરેરાશથી 7011 રન બનાવ્યા છે. જેમાં 24 સેન્ચુરી અને 25 હાફસેન્ચુરી સામેલ છે.
રોહિત શર્માને દક્ષિણ આફ્રિકા ટૂર પહેલા વનડે ટીમનો કેપ્ટન બનાવાયો છે, તે વિરાટ કોહલીના સ્થાને હવે લિમિટેડ ઓવર ફોર્મેટમાં કેપ્ટનશિપ કરતો નજરે પડશે. રોહિત શર્માને ટ્રેનિંગ સેશન દરમિયાન ઈજા થતા, ત્રણ ટેસ્ટની સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ ગુજરાતના બેટ્સમેન પ્રિયાંક પંચાલને 18 સભ્યવાળી ટીમમાં સામેલ કરાયો છે.
ટેસ્ટ સીરિઝનું શિડ્યુલઃ પ્રથમ ટેસ્ટઃ 26-30 ડિસેમ્બર, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર), બીજી ટેસ્ટઃ 3-7 જાન્યુઆરી, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર), ત્રીજી ટેસ્ટઃ 11-15 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)