IND vs NZ ફાઇનલમાં ગોલ્ડન બેટ અને બોલ માટે ખેલાડીઓ વચ્ચે જામશે જોરદાર ટક્કર, જાણો કોણ જીતી શકે છે સર્વોચ્ચ ખિતાબ

હાલમાં, ઈંગ્લેન્ડનો બેટ્સમેન બેન ડકેટ ગોલ્ડન બેટ જીતવાની રેસમાં સૌથી આગળ છે. ડકેટે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 3 મેચોમાં 227 રન બનાવ્યા છે. જો કે, ઇંગ્લેન્ડની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હોવાથી, હવે ભારત અને ન્યુઝીલેન્ડના ખેલાડીઓ પાસે ડકેટને પાછળ છોડીને ગોલ્ડન બેટ જીતવાનો મોકો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ન્યૂઝીલેન્ડનો યુવા બેટ્સમેન રચિન રવિન્દ્ર હાલમાં ડકેટથી માત્ર એક રન પાછળ છે. રવિન્દ્રએ 3 મેચમાં 226 રન બનાવ્યા છે અને ફાઇનલમાં મોટી ઇનિંગ રમીને તે ગોલ્ડન બેટ પર કબજો કરી શકે છે.

ભારતીય બેટ્સમેનોમાં વિરાટ કોહલી પણ ગોલ્ડન બેટની રેસમાં મજબૂત દાવેદાર છે. કોહલીએ 4 મેચમાં 217 રન બનાવ્યા છે અને ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને તે ટોચ પર પહોંચી શકે છે. આ ઉપરાંત, ભારતીય મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર પણ પાછળ નથી. અય્યરે 4 મેચમાં 195 રન બનાવ્યા છે અને તે પણ ગોલ્ડન બેટ જીતવાની રેસમાં છે.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને ટોમ લાથમ પણ ગોલ્ડન બેટ માટે દાવેદાર છે. વિલિયમસને 189 રન બનાવ્યા છે, જ્યારે લાથમે 191 રન બનાવ્યા છે. ફાઇનલમાં આ બંને ખેલાડીઓ મોટી ઇનિંગ્સ રમીને રેસમાં આગળ વધી શકે છે.
બોલિંગમાં ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરી ગોલ્ડન બોલ જીતવાની રેસમાં મોખરે છે. હેનરીએ અત્યાર સુધી 4 મેચમાં સૌથી વધુ 10 વિકેટ ઝડપી છે. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી 4 મેચમાં 8 વિકેટ સાથે બીજા સ્થાને છે અને તે ફાઇનલમાં હેનરીને પાછળ છોડી શકે છે.
મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી પણ ગોલ્ડન બોલની રેસમાં છે. વરુણે માત્ર 2 મેચમાં 7 વિકેટ લીધી છે અને ફાઇનલમાં જો તે વધુ વિકેટ લે તો તે ટોચ પર આવી શકે છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન અને સ્પિન બોલર મિશેલ સેન્ટનરે પણ 4 મેચમાં 7 વિકેટ ઝડપી છે અને તેની પાસે પણ ગોલ્ડન બોલ જીતવાની તક છે.