Sachin Tendulkar B'day: મુંબઇ ઇન્ડિયન્સ માટે સદી ફટકારી ચૂક્યો છે માસ્ટર-બ્લાસ્ટર, આવી છે 5 સર્વશ્રેષ્ઠ IPL ઇનિંગો
Sachin Tendulkar B'day: સચિન તેંદુલકરનો આજે જન્મદિવસ છે. ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં તો તે બાદશાહ રહ્યો જ છે, સાથે સાથે ટી20 ક્રિકેટમાં પણ તેને ખુબ ધમાલ મચાવી છે. જાણો અહીં તેની પાંચ સર્વશ્રેષ્ઠ ટી20 ઇનિંગો.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસચિન તેંદુલકરે IPLની શરૂઆતી 6 સિઝન રમી છે, તેને IPLની તમામ મેચ મુંબઇ ઇન્ડિયન્સ માટે જ રમી છે. તેને પોતાની IPL કેરિયરની 78 મેચોમાં 2334 રન ફટકાર્યા છે. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 34.84 અને સ્ટ્રાઇક રેટ 119.82 રહી. અહીં તેના નામે એક સદી અને 13 અડધીસદી નોંધાવી છે. તે ઓરેન્જ કેપ વિનર પણ રહી ચૂક્યો છે.
IPLમાં સચિન તેંદુલકરની સૌથી મોટી ઇનિંગ ચોથી સિઝનમાં આવી. IPL 2011માં સચિન તેંદુલકરે કોચ્ચિ ટસ્કર્સ વિરુદ્ધ 66 બૉલ પર 100 રન ફટકાર્યા. સચિન તેંદુલકરે પોતાના મનપસંદ મેદાન વાનખેડેમાં જ આ સદી ફટકારી હતી. જોકે, આ મેચમાં સચિન તેંદુલકરની મુંબઇ ઇન્ડિયન્સને હારનો સામનો કરવો પડ્યો હતો. કોચ્ચિ ટસ્કર્સે એક ઓવર બાકી રહેતા ટાર્ગેટને હાંસલ કરી લીધો હતો.
IPLમાં સચિન તેંદુલકરની બીજી યાદગાર ઇનિંગ રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ વર્ષ 2010માં આવી હતી. અહીં મુંબઇ ઇન્ડિયન્સ પહેલા બેટિંગ કરતાં રેગ્યૂલર અંતરાલ પર વિકેટો ગુમાવી રહ્યુ હતુ. તેને 59 બૉલ પર 89 રન ફટકારીને મુંબઇને 174 ના સ્કૉર સુધી પહોંચાડ્યુ હતું. મુંબઇ આ મેચ 37 રનથી જીતવામાં સફળ રહી હતી.
IPL 2012માં સચિન તેંદુલકરે CSK વિરુદ્ધ જબરદસ્ત જીત અપાવી હતી. મુંબઇ ઇન્ડિયન્સ 174 ના ટાર્ગેટ ચેઝ કરી રહી હતી. અહીં સચિન તેંદુલકરે 44 બૉલ પર 74 રનોની તાબડતોડ ઇનિંગ રમતા મુંબઇ માટે જીતનો રસ્તો આસાન બનાવી લીધો હતો.
IPL 2010માં સચિન તેંદુલકરે CSK વિરુદ્ધ મેચ જીતાઉં ઇનિંગ રમી હતી. CSKએ પહેલા બેટિંગ કરતાં 180 રનનો સ્કૉર કર્યો હતો. જવાબમાં સચિન તેંદુલકરની 52 બૉલ પર 72 રનોની સમજદારી ભરેલી ઇનિંગના કારણે મુંબઇ ઇન્ડિયન્સે એક ઓવર બાકી રહેતા મેચ જીતી લીધી હતી.
IPL 2010માં સચિન તેંદુલકરે વધુ એક દમદાર ઇનિંગ રમી હતી. તેને કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ મેચમાં 48 બૉલમાં અણનમ 71 રન ફટકાર્યા હતા. અહીં તેને કેકેઆર દ્વારા આપવામાં આવેલા 156 ના લક્ષ્યને આસાનીથી ચેઝ કર્યો હતો.