23 વર્ષના કરિયરમાં અનેક વિવાદોમાં ફસાયો હરભજનસિંહ, જાણો સૌથા મોટા વિવાદ
નવી દિલ્હીઃ વર્લ્ડકપ વિજેતા ટીમ 2011ના દિગ્ગજ ખેલાડી હરભજન સિંહે શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. આ વાતની પુષ્ટી તેને પોતાના ટ્વીટર પર શેર કરી છે. ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ હરભજન હવે નવી ઇનિંગ શરૂ કરી શકે છે. ચર્ચા છે કે, 41 વર્ષીય ભજ્જી રાજકારણમાં આવી શકે છે. હરભજનસિંહ સાથે જોડાયેલા સૌથી મોટા વિવાદો આ પ્રમાણે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાત વર્ષ 2008ની છે. એક રિયાલિટી શો દરમિયાન હરભજનસિંહે એક્ટ્રેસ મોના સિહ સાથે રાવણ અને સીતાનો ડાન્સ કર્યો હતો. જેનો હિંદુ અને શીખ બંન્ને સમુદાયના લોકોએ વિરોધ કર્યો. હરભજનસિંહ પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોચાડવાનો આરોપ લાગ્યો હતો.
આઇપીએલની પ્રથમ સીઝનમાં જ હરભજનસિંહે શ્રીસંતને લાફો મારી દીધો હતો. બંન્ને ખેલાડીઓએ પોતપોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે આવું કાંઇ હતું નથી. પરંતુ આ ઘટનાના બીજા દિવસે મેચ રેફરી ફારૂખ એન્જિનિયરે નિવેદન બાદ વિવાદ વધ્યો હતો. મેચ રેફરીએ પુરાવાના આધારે લાફો મારવાની વાત કરી અને આ કારણે હરભજનસિંહને 2008માં આઇપીએલમાં પ્રતિબંધ લગાવી દીધો હતો.
વર્ષ 2006માં દારૂની કંપની રોયલ સ્ટૈગની જાહેરાતમાં હરભજનસિંહ પાઘડી વિના જોવા મળતા વિવાદ થયો હતો. આ જાહેરાતને લઇને હરભજનસિંહની ખૂબ ટીકા થઇ હતી. આ મામલે વિવાદ વધતા હરભજનસિંહે માફી માંગી હતી અને કંપનીએ આ જાહેરખબરને હટાવી લીધી હતી.
હરભજનસિંહ ફક્ત 17 વર્ષની ઉંમરે વન-ડે સીરિઝ રમી રહ્યો હતો ત્યારે તેણે રિકી પોન્ટિંગને સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો. વિકેટ લીધા બાદ હરભજનસિંહ ઉજવણી કરી રહ્યો હતો. જેના પર પોન્ટિંગ તેની સાથે લડવા લાગ્યો. આઇસીસીએ આચાર સંહિતાનો ભંગ માની એક મેચનો પ્રતિબંધ લગાવ્યો હતો