Hardik Pandya: શું છૂટાછેડા માટે પહેલાથી જ તૈયાર હતો હાર્દિક પંડ્યા? એવો ગેમ પ્લાન બનાવ્યો કે નતાશાને નહીં મળે ફૂટી કોડી
હકીકતમાં, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સમાચાર મુજબ, એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિકની પત્ની નતાશા માત્ર તેને છૂટાછેડા લેવાની તૈયારી નથી કરી રહી પરંતુ વળતર તરીકે હાર્દિકની 70 ટકા સંપત્તિ પર પોતાનો દાવો પણ દાખલ કરવા જઈ રહી છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ જો આવું થશે તો હાર્દિક માટે તે મોટો ફટકો સાબિત થઈ શકે છે. હાર્દિકની સંપત્તિ 91 કરોડ રૂપિયાની આસપાસ છે અને આવી સ્થિતિમાં તેણે તેની પત્નીને 63 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું પડી શકે છે.
પરંતુ આ સમાચારો વચ્ચે હાર્દિકનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાર્દિક એક વાતચીત દરમિયાન કહી રહ્યો છે કે મારા નામે કોઈ મિલકત નથી. મેં બધું જ મારી માતાના નામે કર્યું છે. જો એમ હોય, તો તે નતાશા માટે નિરાશાજનક સાબિત થઈ શકે છે.
ખરેખર, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઈન્ટરવ્યુની ક્લિપમાં હાર્દિક કહી રહ્યો છે કે મેં બધું જ મારી માતાના નામે કર્યું છે. કારથી લઈને ઘર સુધી બધું.
હાર્દિકે એમ પણ કહ્યું હતું કે મારો કોઈ ભરોસો નથી તેથી હું મારા નામે કંઈ નહીં લઉં. હું આગળ જતા બીજા કોઈને પચાસ ટકા આપવા માંગતો નથી. આ મને ઘણું દુખ પહોંચડશે. આ વીડિયો બાદ ચર્ચા છે કે હાર્દિકને પહેલાથી જ નતાશા સાથે છૂટાછેડાની આશંકા હતી, તેથી તેણે આ સ્માર્ટ પગલું ભર્યું.
હાર્દિકની કુલ સંપત્તિની વાત કરીએ તો તે લગભગ 91 કરોડ રૂપિયા છે. હાર્દિક પાસે મુંબઈમાં 30 કરોડનું આલિશાન ઘર છે અને વડોદરામાં પણ તેનો બંગલો છે.
હાર્દિક પાસે લક્ઝરી કારનું પણ મોટું કલેક્શન છે. હાર્દિક પાસે તેના કાર કલેક્શનમાં ઘણી મોંઘી કાર સહિત કુલ આઠ વાહનો છે.