Holi 2023: રોહિતથી લઇને સૂર્યા સુધી, હોળીના રંગોમાં રંગાયા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ, ગુલાબથી રમી હોળી, જુઓ તસવીરો
Happy Holi 2023, Indian Team Holy 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ 9મી માર્ચે અમદાવાદના ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચ પહેલા ભારતીય ખેલાડીઓએ જોરદાર હોળી રમી. આની તસવીરો હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ટીમ આજકાલ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 4 ટેસ્ટ મેચોની સીરીઝ રમી રહી છે. સીરીઝની ત્રણ મેચો રમાઇ ચૂકી છે, જેમાં ટીમ ઇન્ડિયા 2-1 થી આગળ છે. (ફોટો સૉર્સ - બીસીસીઆઇ, ટ્વીટર)
સીરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 માર્ચથી રમાશે. પરંતુ આ મેચ પહેલા ભારતીય ટીમ હોળીના રંગોમાં રમાયેલી દેખાઇ. (ફોટો સૉર્સ - બીસીસીઆઇ, ટ્વીટર)
આમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, અને મોહમ્મદ સિરાઝ સહિત કેટલાય ખેલાડીઓ સામેલ રહ્યાં. ટીમના તમામ ખેલાડીઓના ચહેરાઓ પર ગુલાલ લગાવતા દેખાયા હતા. (ફોટો સૉર્સ - બીસીસીઆઇ, ટ્વીટર)
બીસીસીઆઇએ આ તસવીરોના શેર કરતાં ભારતીય ટીમ અને હોળીની શુભકામના આપવામાં આવી. તસવીરોમાં તમે જોઇ શકો છો, કે ખેલાડીઓ એકબીજાને રંગ લગાવતા દેખાઇ રહ્યા છે. (ફોટો સૉર્સ - બીસીસીઆઇ, ટ્વીટર)
આ ઉપરાંત, ટીમ ઇન્ડિયાએ બસમાં પોતાના અંદાજમાં હોળીને સેલિબ્રેટ કરી. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ એક શાનદાર સેલ્ફી પણ લીધી. (ફોટો સૉર્સ - બીસીસીઆઇ, ટ્વીટર)
ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયા અમદાવાદમાં રમાનારી ચોથી ટેસ્ટ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં પહોંચી જશે. આ વખતે ભારતીય ટીમ સતત બીજી વાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં પહોંચી શકે છે. (ફોટો સૉર્સ - બીસીસીઆઇ, ટ્વીટર)