ICC ODI Ranking: વિરાટ કોહલીને પાછળ છોડીને બાબર આઝમ ટોપ પર, આ પાકિસ્તાનીઓને પણ ફાયદો
પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તે ત્રણેય ફોર્મેટમાં શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તેમની સામે મોટા બોલરોનો પરસેવો છૂટી રહ્યા છે અને બાબર સતત રેકોર્ડ બનાવી રહ્યો છે. તેને ICC રેન્કિંગમાં આ પ્રદર્શનનો પુરસ્કાર પણ મળી રહ્યો છે. બાબરે ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં પોતાના જબરદસ્ત પ્રદર્શનના આધારે નંબર વન પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાબર આઝમ બુધવાર, 6 માર્ચના રોજ બહાર પાડવામાં આવેલ નવીનતમ રેન્કિંગમાં ODIમાં નંબર વન બેટ્સમેન છે. ઓસ્ટ્રેલિયા સામે 2 સદી ફટકાર્યા બાદ બાબરે બીજા ક્રમાંકિત ભારતીય સ્ટાર વિરાટ કોહલી પર મોટી લીડ મેળવી લીધી છે. તાજેતરની રેન્કિંગમાં બાબરના 891 રેટિંગ પોઈન્ટ છે જ્યારે વિરાટ કોહલીના માત્ર 811 પોઈન્ટ છે.
માત્ર બાબર જ નહીં, પાકિસ્તાનના ઓપનર ઈમામ-ઉલ-હકે પણ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 2 સદી, 1 અડધી સદીની મદદથી 300ની આસપાસ રન બનાવ્યા હતા. તેનો ફાયદો તેને મળ્યો છે અને 7 સ્થાનના આગળ વધીને તે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ચોથા સ્થાન પર છે.
જ્યાં સુધી બોલરોની વાત છે તો તેમાં બહુ ફેરફાર થયો નથી. ન્યુઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ પ્રથમ સ્થાને છે. ઈંગ્લેન્ડનો ક્રિસ વોક્સ એક સ્થાન આગળ વધીને બીજા સ્થાને પહોંચી ગયો છે. પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી 8 સ્થાનની છલાંગ લગાવીને સાતમા નંબર પર આવી ગયો છે. ODI બોલરોની રેન્કિંગમાં ભારત તરફથી માત્ર જસપ્રીત બુમરાહ જ છે, જે છઠ્ઠા સ્થાને છે.