Ind vs Aus: ફાઇનલ પહેલા ભારતીય ખેલાડીઓ કરી તનતોડ મહેનત, પ્રેક્ટિસ દરમિયાનની તસવીરો વાયરલ
ICC World Cup 2023: આજે આઇસીસી વનડે ક્રિકેટ વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ રમાશે, આજે ભારતીય ટીમની ટક્કર ટ્રૉફી માટે ઓસ્ટ્રેલિયા સામે થવાની છે. જોકે, ફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તનતોડ મહેનત કરીને પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન કૉચ રાહુલ દ્રવિડ અને ટીમ સ્ટાફ પણ હાજર રહ્યો હતો. જુઓ અહીં ટીમની ખાસ પ્રેક્ટિસ દરમિયાનની તસવીરો....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ રમવા માટે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો અમદાવાદ પહોંચી ગઈ છે. દરમિયાન શુક્રવારે (17 નવેમ્બર) ભારતીય ટીમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પણ પીચની સમીક્ષા કરી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કૉચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત ઉપરાંત ટીમનો અનેક સ્ટાફ હાજર હતો. અહીં ખેલાડીઓએ નેટ પર ખુબ જ પરસેવો પાડ્યો હતો. લીગ મેચમાં ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર પાકિસ્તાન સાથે મેચ રમી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતુ. આ મેદાનની આસપાસ ફરતી વખતે કૉચ રાહુલ દ્રવિડ અને ટીમના કેપ્ટને રણનીતિ બનાવવા માટે ખુબ જ વિચાર્યું હતુ.
પ્રેક્ટિસ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા ફિલ્ડિંગ પર વધુ ફૉકસ કરતો જોવા મળ્યો હતો. જોકે તેણે લાંબા સમય સુધી બેટિંગની પ્રેક્ટિસ પણ કરી હતી. સેમિ ફાઇનલ મેચમાં ભારતીય ખેલાડીઓએ કેટલાય કેચ છોડ્યા હતા. જેના કારણે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં આવી કોઈ ભૂલ કરવા ઈચ્છતી નથી.
ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે અમદાવાદમાં બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. આ વર્લ્ડકપમાં તેની ફિલ્ડિંગ ખુબ જ સારી રહી છે.
ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ મેદાનમાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. તેને ઓસ્ટ્રેલિયા સાથે વર્લ્ડકપની છેલ્લી લીગ મેચ રમી હતી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેને ફાઈનલ મેચમાં જગ્યા મળી શકે છે.
ભારતીય ટીમે આ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેઓએ તેમની તમામ (9 મેચ) લીગ મેચો જીતી. ફાઈનલ મેચ જોવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અનેક મોટી હસ્તીઓ પહોંચશે.