Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
WC Record: વર્લ્ડકપમાં આ પાંચ બેટ્સમેનોએ બૉલરોની કરી છે ધૂલાઇ, ખડક્યા છે રનોના ઢગલા, લિસ્ટમાં બે ભારતીયો પણ....
ICC World Cup Stats: આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2023ની શરૂઆત થઇ ચૂકી છે, ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે આજે મેદાનમાં ઉતરીને પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે. અહીં વર્લ્ડકપના કેટલાક આંકડા પર નજર કરીએ, જે ચોંકાવી રહ્યાં છે. અત્યાર સુધી માત્ર 5 બેટ્સમેન એવા છે જેમણે વર્લ્ડકપની કોઈપણ એક એડિશનમાં 600+ રન બનાવ્યા છે. આ યાદીમાં સચિન તેંદુલકર નંબર-1 પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે વર્લ્ડકપ 2003માં 673 રન બનાવ્યા હતા. તેણે 11 મેચમાં 61.18ની એવરેજથી રન બનાવ્યા. વર્લ્ડકપ ઈતિહાસની એક જ આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે પ્રથમ સ્થાને છે.
ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડને વર્લ્ડકપ 2007માં 11 મેચની 10 ઇનિંગ્સમાં 659 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન હેડનની બેટિંગ એવરેજ 73.22 હતી.
આ યાદીમાં ત્રીજા નંબર પર રોહિત શર્મા છે. રોહિતે વર્લ્ડકપ 2019માં 9 મેચની 9 ઇનિંગ્સમાં કુલ 648 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 81 હતી.
આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નર ચોથા સ્થાને છે. વોર્નરે વર્લ્ડકપ 2019માં પણ 10 મેચની 10 ઇનિંગ્સમાં 647 રન બનાવ્યા હતા. અહીં વોર્નરની બેટિંગ એવરેજ 71.88 હતી.
આ યાદીમાં ટોપ-5માં બાંગ્લાદેશનો શાકિબ અલ-હસન પણ સામેલ છે. શાકિબે 8 મેચની 8 ઇનિંગ્સમાં 86.57ની બેટિંગ એવરેજથી 606 રન બનાવ્યા છે.