BCCI AGM: બીસીસીઆઈની એજીએમ થઈ શરૂ, ગાંગુલી સહિત આ અધિકારીઓ રહ્યા હાજર, જુઓ તસવીરો
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોજર બિન્ની, BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી, ભૂતપૂર્વ IPL અધ્યક્ષ રાજીવ શુક્લા અને અન્ય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની વાર્ષિક સામાન્ય સભા માટે મુંબઈની તાજ હોટેલ ખાતે પહોંચ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બેઠકમાં બીસીસીઆઈના આગામી અધ્યક્ષ અને આઈસીસી અધ્યક્ષ પદ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે.
બીસીસીઆઈના હોદ્દેદારોની ચૂંટણી માત્ર એક ઔપચારિકતા છે. 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રોજર બિન્ની અધ્યક્ષ બનવા માટે તૈયાર છે. તેઓ બિનહરીફ ચૂંટાશે.
વાઇસ પ્રેસિડેન્ટ તરીકે રાજીવ શુક્લા, સેક્રેટરી તરીકે જય શાહ, ટ્રેઝરર તરીકે આશિષ શેલાર, જોઈન્ટ સેક્રેટરી તરીકે દેવજીત સૈકિયા અને IPL ચેરમેન તરીકે અરુણ ધૂમલ. બોર્ડના સભ્યો વાર્ષિક બેઠકમાં ચર્ચા કરશે કે શું BCCIએ ICCના અધ્યક્ષ પદ માટે તેના ઉમેદવારને ઊભા રાખવા જોઈએ કે વર્તમાન અધ્યક્ષ ગ્રેક બાર્કલીને બીજી મુદત માટે સમર્થન આપવું જોઈએ.
ICC અધ્યક્ષ પદ માટે નોમિનેશનની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર છે. મેલબોર્નમાં 11 થી 13 નવેમ્બર દરમિયાન યોજાનારી ICC બોર્ડની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.
હાલમાં જ આઈસીસી અધ્યક્ષ પદ માટે સૌરવ ગાંગુલીના નામની ચર્ચા થઈ હતી, પરંતુ હજુ સુધી આખરી મહોર લાગી નથી.
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ