Double Century: ક્રિકેટના ભગવાન સચિનથી લઈ ગિલ સુધી આ બેટ્સમેનો ફટકારી ચુક્યા છે વન ડેમાં બેવડી સદી, જુઓ લિસ્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jan 2023 07:50 PM (IST)
1
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે વન ડેમાં ભારત તરફથી સૌથી પ્રથમ બેવડી સદી ફટકારી હતી. સચિને 2010માં ગ્વાલિયરમાં સાઉથ આફ્રિકા સામે 200 રનની ઈનિંગ રમી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સચિન બાદ સેહવાગે 2011માં ઈન્દોરમા વેસ્ટ ઈન્ડિઝ સામે 219 રનની ઈનિંગ રમી હતી.
3
જે બાદ સળંગ ત્રણ વખત રોહિત શર્માએ બેવડી સદી ફટકારી હતી. રોહિત શર્માએ 2013માં બેંગ્લુરુમાં ઓસ્ટ્રેલિયા સામે 209 રન, 2014માં શ્રીલંકા સામે કોલકાતામાં 264 રન અને 2017માં ફરી શ્રીલંકા સામે મોહાલીમાં 208 રનની ઈનિંગ રમ્યો હતો.
4
2022માં ઈશાન કિશને બાંગ્લાદેશ સામે 210 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.
5
જે બાદ 18 જાન્યુઆરી, 2023ના રોજ શુબમન ગિલે હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામે 208 રનની ઈનિંગ રમી.
6
ગિલે 49મી ઓવરમાં 5 સિક્સર મારીને ડબલ સદી ફટકારી હતી.