IND vs SA, 2nd Test: કોહલી પાસે દક્ષિણ આફ્રિકા સામે મોટો રેકોર્ડ બનાવવાની તક
સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાનો એક દાવ અને 32 રને પરાજય થયો હતો. છેલ્લી મેચમાં કોહલીએ બીજી ઇનિંગમાં શાનદાર અડધી સદી ફટકારી હતી, પરંતુ તે ઇનિંગ્સની હાર ટાળી શક્યો નહોતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોહલીએ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 38 રન અને બીજી ઇનિંગમાં 76 રન બનાવ્યા હતા. તે શાનદાર ફોર્મમાં છે. તેની પાસે દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન પૂરા કરવાની તક છે.
કોહલીએ અત્યાર સુધી આઠ ટેસ્ટ મેચોની 16 ઇનિંગ્સમાં 52.06ની એવરેજથી 833 રન બનાવ્યા છે.
દક્ષિણ આફ્રિકામાં તેણે બે સદી અને ચાર અડધી સદી ફટકારી છે. જો તે બીજી ટેસ્ટમાં 167 રન બનાવશે તો તે 1000 રન પૂરા કરશે.
સચિન તેંડુલકરે ભારત તરફથી દક્ષિણ આફ્રિકા સામે તેના હોમ ગ્રાઉન્ડ પર સૌથી વધુ રન બનાવ્યા છે. 15 ટેસ્ટની 28 ઇનિંગ્સમાં તેના નામે 1161 રન છે. તેંડુલકરની એવરેજ 46.44 રહી છે. તેણે પાંચ સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે.
કોહલી હાલમાં તેનાથી 328 રન પાછળ છે. તેના માટે આ ટેસ્ટમાં તેંડુલકરની બરોબરી કરવી મુશ્કેલ છે. જો દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ બંને બેટ્સમેનોના ઓવરઓલ રેકોર્ડ પર નજર કરીએ તો સચિને 25 મેચમાં 1741 રન બનાવ્યા છે અને કોહલીએ 15 મેચમાં 1350 રન બનાવ્યા છે.