T20 World Cup 2007: ટીમ ઈન્ડિયાને 15 વર્ષ પહેલા આ ખેલાડીઓએ બનાવી હતી ચેમ્પિયન, જાણો કોણ-કોણ હતા જીતના આર્કિટેક્ટ
24 સપ્ટેમ્બર 2007ના રોજ એટલે કે આજથી બરાબર 15 વર્ષ પહેલા ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની હતી. ભારતે ફાઈનલ મેચમાં પાકિસ્તાનને 5 રનથી હરાવીને ટ્રોફી જીતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વર્લ્ડ કપમાં ભારતે સમગ્ર યુવા ટીમને મેદાનમાં ઉતારી હતી. સચિન, સૌરવ અને દ્રવિડ જેવા વરિષ્ઠ ખેલાડીઓ અને ઝહીર ખાન જેવા ખેલાડીઓ આમાં સામેલ નહોતા.
ભારતીય ટીમ માટે આ વર્લ્ડ કપમાં ગૌતમ ગંભીરે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 6 ઇનિંગ્સમાં 37.83ની બેટિંગ એવરેજ અને 129.71ની સ્ટ્રાઇક રેટથી 227 રન બનાવ્યા
આરપી સિંહે બોલિંગમાં ધૂમ મચાવી હતી. આરપી સિંહે 6 ઇનિંગ્સમાં 12 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેની બોલિંગ એવરેજ 12.66 અને ઈકોનોમી રેટ 6.33 હતી.
ઈરફાન પઠાણે પણ બોલિંગમાં તબાહી મચાવી હતી. તેણે 6 ઇનિંગ્સમાં 14.90ની બોલિંગ એવરેજ અને 6.77ના ઇકોનોમી રેટથી 10 વિકેટ લીધી હતી. ફાઈનલ મેચમાં ઈરફાન પઠાણ 'પ્લેયર ઓફ ધ મેચ' બન્યો હતો.
ભારત માટે આ વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે મહત્વની ભૂમિકા ભજવી હતી. તે ઈંગ્લેન્ડ સામે અને ઓસ્ટ્રેલિયા સામેની જીતનો હીરો હતો. બંને મેચમાં તેણે અડધી સદી ફટકારી હતી અને તે 'પ્લેયર ઓફ ધ મેચ' રહ્યો હતો.
ટી20 વર્લ્ડ કપની ટીમની કમાન એમએસ ધોનીના હાથમાં હતી. આ પ્રથમ વખત હતો જ્યારે ધોની રાષ્ટ્રીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. આવી હતી 15 સભ્યોની ટીમઃ એમએસ ધોની (કેપ્ટન), યુવરાજ સિંહ (વાઈસ-કેપ્ટન), અજીત અગરકર, પીયૂષ ચાવલા, ગૌતમ ગંભીર, હરભજન સિંહ, જોગીન્દર શર્મા, દિનેશ કાર્તિક, યુસુફ પઠાણ, ઈરફાન પઠાણ, વીરેન્દ્ર સેહવાગ, રોહિત શર્મા, આરપી સિંહ, શ્રીસંત, રોબિન ઉથપ્પા.