Photos: ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપ ફાઈનલને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર કેવો છે માહોલ, જુઓ તસવીરો

દુર દુરના પ્રદેશોના દર્શકો અને ટીમ ઈન્ડિયાના સમર્થકોથી સાબરમતી અને મોટેરા વિસ્તારમાં જ્યાં નજર પડે ત્યાં દુર દુર સુધી બ્લ્યુ રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આ મેચ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સવા લાખથી વધુ લોકો આવશે. આ અંગે તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે.

સ્ટેડિયમની 500 મીટરના વિસ્તારમાં સીસીટીવી નેટવર્ક ગોઠવવામાં આવ્યા છે. એક્સ્ટ્રા સીસીટીવી કેમેરા વડે શહેર પોલીસ દર્શકો અને ગતિવિધિઓ ઉપર નજર રાખશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ ઉમટી પડેલા ભારતીય ટીમના ફેંસ ભારત માતા કી જય, ઈન્ડિયા ઈન્ડિયાના નારા લગાવી રહ્યા છે.
બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 150 મેચ રમાઈ છે. આમાંથી મોટાભાગની જીત ઓસ્ટ્રેલિયાને મળી છે. કાંગારૂ ટીમે કુલ 83 મેચ જીતી છે. જ્યારે ભારતીય ટીમને 57 જીત મળી છે. બાકીની મેચો અનિર્ણિત રહી છે.
બંને ટીમો વચ્ચેની છેલ્લી 5 મેચો પર નજર કરીએ તો ભારતીય ટીમનો દબદબો રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચ જીતી છે. જે મેદાન પર આજે ફાઈનલ રમાવાની છે ત્યાં આ બંને ટીમો પહેલા ત્રણ વખત ટકરાયા છે. અહીં પણ ટીમ ઈન્ડિયાએ બે મેચ જીતી છે.