IND vs BAN: બાંગ્લાદેશ અને ભારતના ક્રિકેટરોની સેલેરીમાં કેટલો છે ફરક, જાણો કમાણીના આંકડા....
IND vs BAN, WC 2023: અત્યારે ભારતમાં આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 રમાઇ રહ્યો છે. ભારતીય ટીમની આગામી મેચ બાંગ્લાદેશ સામે રમાવવાની છે, આ પહેલા ભારતીય ટીમે પાકિસ્તાનને વર્લ્ડકપમાં માત આપી છે. વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમની આગામી મેચ બાંગ્લાદેશ સામે છે. ICC વનડે રેન્કિંગમાં બંને ટીમો વચ્ચે મોટો તફાવત છે. આ તફાવત બંને ટીમના ખેલાડીઓના પગારમાં પણ જોવા મળે છે. જાણો બન્ને ટીમોના ખેલાડીઓના પગારમાં કેટલો ફરક છે...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે રીતે BCCIએ ભારતીય ક્રિકેટરોને ચાર ગ્રૂપમાં વહેંચ્યા છે. એ જ રીતે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પણ તેના ખેલાડીઓને ચાર કેટેગરીમાં વિભાજિત કરીને વાર્ષિક કરાર કરે છે. આ કેટેગરીમાં છે: A Plus, A, B અને C.
બીસીસીઆઈની 'એ પ્લસ' કેટેગરીમાં કરાર ધરાવતા ક્રિકેટરોને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. તેનાથી વિપરીત બીસીબી તેના 'એ પ્લસ' કેટેગરીના ખેલાડીઓને વાર્ષિક 48 લાખ રૂપિયા આપે છે.
ભારતીય ક્રિકેટરોની 'એ કેટેગરી'ના ખેલાડીઓને વાર્ષિક 5 કરોડ રૂપિયા મળે છે. જ્યારે બાંગ્લાદેશના 'એ કેટેગરી' ક્રિકેટરોને વાર્ષિક 36 લાખ રૂપિયાનો પગાર મળે છે.
BCCIની 'B કેટેગરી' લિસ્ટમાં સામેલ ક્રિકેટરોને વાર્ષિક 3 કરોડ રૂપિયા મળે છે. બાંગ્લાદેશમાં આ કેટેગરીના ખેલાડીઓને વાર્ષિક 24 લાખ રૂપિયા આપવામાં આવે છે.
ભારતમાં 'C કેટેગરીના' ક્રિકેટરોને પણ વાર્ષિક 1 કરોડ રૂપિયા મળે છે. બાંગ્લાદેશમાં 'C કેટેગરીના' ક્રિકેટરોને વાર્ષિક માત્ર 12 લાખ રૂપિયા મળે છે.
જેમ ભારત અને બાંગ્લાદેશના ક્રિકેટરો વચ્ચેના વાર્ષિક કરારમાં તફાવત છે તે જ રીતે મેચ ફીમાં પણ સમાન તફાવત છે. ભારતીય ક્રિકેટરોને ટેસ્ટ માટે 15 લાખ રૂપિયા, વનડે માટે 6 લાખ રૂપિયા અને ટી20 માટે 3 લાખ રૂપિયા મળે છે. બીજીબાજુ બાંગ્લાદેશના ક્રિકેટરોને ટેસ્ટ માટે 3 લાખ રૂપિયા, વનડે માટે 2 લાખ રૂપિયા અને T20 માટે 1 લાખ રૂપિયા મળે છે.