ODI Records: ભારત-ઇંગ્લેન્ડ વનડે મેચોમાં આ પાંચ બેટ્સમેનોએ ફટકારી છે સૌથી વધુ સદીઓ, જુઓ લિસ્ટ....
IND vs ENG ODI Records: ભાર અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં ત્રણ મેચોની વનડે સીરીઝ રમાઇ રહી છે. રોહિત શર્માની આગેવાની વાળી ભારતીય ટીમ પ્રથમ વનડે જીતીને સીરીઝમાં 1-0ની લીડ બનાવી લીધી છે. આ બધાની વચ્ચે આપણે નજર કરીએ કે કયા ખેલાડીએ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વનડેમાં સૌથી વધુ સદીઓ ફટકારી છે, કયા બેટ્સમેન રહ્યો છે સફળ, જાણ............
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવરાજ સિંહ - ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વનડે મેચોમાં સૌથી વધુ સદીઓ ફટકારવાનો રેકોર્ડ પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના નામે નોંધાયેલો છે. યુવીએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ 4 સદી ઠોકી દીધી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ આની બેટિંગ એવરેજ પણ 50 થી વધુની છે.
વિરાટ કોહલી - વિરાટ પણ ભારત અને ઇંગ્લેન્ડ વનડે મેચોમાં બીજો સૌથી વધુ સદી ફટકારનારો બેટ્સમેન છે. કોહલીએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ 33 મેચોમાં 3 સદી ફટકારી ચૂક્યો છે.
જૉ રૂટ - રૂટ પણ આ લિસ્ટમાં વિરાટ કોહલીની સાથે ઉભો છે, આ ભારતીય ટીમ વિરુદ્ધ માત્ર 18 વનડે મેચોમાં 3 વનડે સદીઓ ફટકારી ચૂક્યો છે.
ઇયાન બેલ - બેલ આ લિસ્ટમાં ચોથા નંબર પર છે, બેલે ભારત વિરુદ્ધ 31 વનડે મેચોમાં 2 સદીઓ ફટકારી છે.
સચીન તેંદુલકર - માસ્ટર બ્લાસ્ટર સચીન તેંદુલકર પણ આ લિસ્ટમાં સામેલ છે. તેને ઇંગ્લેન્ડ વિરુદ્ધ 2 સદીઓ ફટકારી છે. સચીનની સાથે બેયરર્સ્ટૉ, ટ્રેસ્કૉથિક, અને રૉબિન સ્મિથ પણ વનડે મેચમાં 2-2 સદી ફટકારી ચૂક્યા છે.