IND vs SA T20Is: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સૌથી વધુ T20I રન બનાવનારો ભારતીય ખેલાડી છે રોહિત શર્મા, આ છે ટૉપ -5
IND vs SA: આજથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે. આજની મેચ ભારતના તિરુવન્તપુરમમાં રમાશે. આ મેચ પહેલા બન્ને ટીમો વચ્ચેના આંકડા ખુબ જ મહત્વના છે. આ પહેલા અમે અહીં બતાવી રહ્યાં છીએ કે, કયા કયા ભારતીય બેટ્સમેનો દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધુ રન ફટકારી ચૂક્યા છે. જાણો ટૉપ 5 વિશે.........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સૌથી વધુ રન T20I માં ફટકારી ચૂક્યો છે. રોહિતે 12 ઇનિંગોમાં 32.90 ની એવરેજથી અને 134.07 ની સ્ટ્રાઇક રેટથી 362 રન બનાવ્યા છે. રોહિત શર્મા પ્રૉટિયાઝ વિરુદ્ધ એક સદી પણ ફટાકરી ચૂક્યો છે.
તાજેતરમાં જ ક્રિકેટમાંથી સન્યાંયસ લઇ ચૂકેલો સુરેશ રૈના આ લિસ્ટમાં બીજા નંબર પર છે. તેને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ T20માં 11 ઇનિંગ રમી છે, જેમાં 33.90 ની બેટિંગ એવરેજ અને 148ની ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી 339 રન બનાવ્યા છે. રૈનાએ પણ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ એક સદી ફટકારી છે.
આ લિસ્ટમાં ત્રીજા નંબર પર વિરાટ કોહલી છે, કોહલીએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 9 ટી20 મેચો રમી છે, જેમાં 254 રન બનાવ્યા છે, આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 36.28 અને સ્ટ્રાઇક રેટ 134.39 ની રહી છે.
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ચૌથો સૌથી સફળ ભારતીય ટી20 બેટ્સમેન શિખર ધવન છે, ધવને 7 ઇનિંગોમાં 33.28 ની બેટિંગ એવરેજ અને 141.21 ની સ્ટ્રાઇક રેટથી 233 રન બનાવ્યા છે.
આ લિસ્ટમાં 5માં નંબર પર યુવા બેટ્સમેન ઇશાન કિશન છે. ઇશાને પ્રૉટિયાઝ વિરુદ્ધ 5 ઇનિંગો રમી છે જેમાં 41.20 ની બેટિંગ એવરેજ અને 150.36 ની તોફાની સ્ટ્રાઇક રેટથી 206 રન ફટકાર્યા છે.