IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝમાં આ ખેલાડીઓએ કર્યો કંગાળ દેખાવ, વર્લ્ડકપ ટીમમાંથી કપાઈ શકે છે પત્તું
IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચની T20 શ્રેણી 2-2 થી બરાબર થઈ હતી. સિરીઝની છેલ્લી મેચ બેંગ્લોરમાં રમવાની હતી. પરંતુ વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. ટીમ ઈન્ડિયાએ 3.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 28 રન બનાવ્યા ત્યારે વરસાદ પડ્યો હતો. જે બાદ મેચ શરૂ થઈ નહોતી. આ સીરિઝમાં કેપ્ટન પંત સહિત કેટલાક ખેલાડીએ કંગાળ દેખાવ કર્યો હતો. જેના કારણે વર્લ્ડકપ ટીમમાં એન્ટ્રી ન મળે તેવી પણ શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિષભ પંતઃ સાઉથ આફ્રિકા સીરીઝ માટે આ સીરીઝમાં ભારતીય કેપ્ટન ઋષભ પંતનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. તેણે શ્રેણીની 5 મેચોમાં 14.50ની એવરેજ અને 105.45ની સ્ટ્રાઈક રેટથી માત્ર 58 રન બનાવ્યા. તેણે આખી શ્રેણીમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
શ્રેયસ અય્યરઃ ભારતીય મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરે શ્રેણીની 5 મેચોમાં 23.50ની સરેરાશ અને 123.68ની સ્ટ્રાઈક રેટથી 94 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 ફોર અને 7 સિક્સર ફટકારી હતી.
અક્ષર પટેલઃ પટેલે 5 મેચની ત્રણ ઇનિંગ્સમાં 23.00ની એવરેજ અને 135.29ની સ્ટ્રાઇક રેટથી 23 રન બનાવ્યા. આ સિવાય તેણે 3 વિકેટ પણ પોતાના નામે કરી હતી.
ઋતુરાજ ગાયકવાડઃ ભારતીય ઓપનર ઋતુરાજ સિરીઝમાં એક મેચ સિવાય વધુ કંઈ કરી શક્યો નહોતો. તેણે 5 મેચમાં 19.20ની એવરેજ અને 131.51ની સ્ટ્રાઈક રેટથી 96 રન બનાવ્યા. (તમામ તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ ટ્વીટર)