T20 Photos: રોમાંચક મેચ, છેલ્લા બૉલે જીત, તસવીરોમાં જુઓ પ્રથમ ટી20નો રોમાંચ
India vs Sri Lanka: ભારત અને શ્રીલંકા વચ્ચે (IND vs SL) ત્રણ મેચોની ટી20 સીરીઝની પ્રથમ મેચ ગઇકાલે રોમાંચથી ભરેલી રહી, પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર જીત હાંસલ કરી, પરંતુ મેચ છેલ્લી ઓવર સુધી ગઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પંડ્યાની કેપ્ટશીપ હેઠળની ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતાં 5 વિકેટના નુકશાને 162 રન બનાવ્યા હતા. વળી, શ્રીલંકન ટીમ 160 રન પર જ સમેટાઇ ગઇ, અને ભારતે આ મેચ અંતિમ બૉલ પર વિકેટ લઇને 2 રનથી જીતી લીધી હતી.
શિવમ માવીની ઘાતક બોલિંગ અને દીપક હુડા અને અક્ષર પટેલની વિસ્ફોટક બેટિંગના કારણે ટીમ ઈન્ડિયાએ મુંબઈના વાનખેડે ખાતે રમાયેલી પ્રથમ T20માં શ્રીલંકાને 2 રને હરાવ્યું હતું. આ સાથે જ ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
આ મેચમાં પ્રથમ ઈનિંગ રમીને ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ નિર્ધારિત ઓવરમાં 160 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી શિવમ માવીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. અને સ્પીડ સ્ટાર ઉમરાન મલિકે બે વિકેટ ઝડપી હતી.
ભારત તરફથી મળેલા 163 રનના ટાર્ગેટના જવાબમાં શ્રીલંકાની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ઓપનર પથુમ નિસાંકા 01, ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા ધનંજય ડી સિલ્વા 08 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી ચરિથ અસલંકા પણ માત્ર 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી સેટ ઓપનર કુસલ મેન્ડિસ પણ 25 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા.
ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું, “હું આ ટીમને મુશ્કેલીમાં મુકવા માંગતો હતો, કારણ કે તે મોટી મેચોમાં અમને મદદ કરશે. અમે દ્વિપક્ષીય શ્રેણીમાં ખૂબ સારા છીએ અને આ રીતે અમે અમારી જાતને પડકાર આપીશું. સાચું કહું તો તમામ યુવા ખેલાડીઓએ અમને આજની પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યા છે.
હાર્દિકે કહ્યું, “મામલો ખૂબ જ સરળ હતો. મેં માવીને આઈપીએલમાં સારી બોલિંગ કરતા જોયો છે અને મને ખબર છે કે તેની તાકાત શું છે. ફક્ત તમારા પર વિશ્વાસ રાખો અને હિટ થવાની ચિંતા કરશો નહીં (બાઉન્ડ્રી મેળવવાની ચિંતા). જો એવું હોય તો હા, મેં મારી સ્વિંગ બોલિંગ પર કામ કર્યું છે અને મેં મારા ઇનસ્વિંગર પર કામ કર્યું છે. હું નેટ્સમાં બોલિંગ કરું છું અને મને નવા બોલથી બોલિંગ ગમે છે.
શ્રીલંકા વિરૂદ્ધ ટી20 સીરીઝ શરૂ કરતા પહેલા ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન હાર્દિક પંડ્યા સહિત સમગ્ર ટીમે ઋષભ પંતને ખાસ સંદેશ મોકલ્યો હતો. અકસ્માત બાદ ઋષભ પંત હોસ્પિટલમાં છે.
આ મેસેજનો વીડિયો BCCIએ તેના સોશિયલ મીડિયા દ્વારા શેર કર્યો છે. વીડિયોમાં તમે ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ જોશો, જેઓ પંતના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપર તરીકે પંત ભારતીય ટીમની પહેલી પસંદ છે.