IND vs ZIM: ભારત-ઝિમ્બાબ્વે વચ્ચેની મેચોમાં આ 5 બૉલરોએ મચાવ્યો છે તરખાટ, ટૉપ પર છે ભારતીય, જાણો......
India Tour of Zimbabwe: આજથી ભારત અને ઝિમ્બાબ્વેની ક્રિકેટ ટીમો વચ્ચે મેદાનમાં જંગ જામશે. બન્ને ટીમો આજે પ્રથમ મેચ રમવા મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ હાલમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે છે, અને અહીં ત્રણ મેચોની વનડે સીરીઝ રમવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત અને ઝિમ્બાબ્વેની વચ્ચે રમાયેલી વનડે મેચોમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અજીત અગરકરના નામે નોધાયેલો છે. અગરકરે ઝિમ્બાબ્વે વિરુદ્ધ 45 વિકેટ લીધી છે. આ દરમિયાન આની બૉલિંગ એવરેજ 24.26 અને ઇકોનૉમી રેટ 4.50 રહ્યો છે.
ઝિમ્બાબ્વેના લીઝેન્ડ ઓલરાઉન્ડર હીથ સ્ટ્રીક ભારત-ઝિમ્બાબ્વે વનડે મેચોમાં બીજો સૌથી સફળ બૉલર છે. હીથ સ્ટ્રીકે ભારત વિરુદ્ધ 39 વિકેટો ઝડપી છે. હીથ સ્ટ્રીકે ભારત વિરુદ્ધ 38ની બૉલિંગ એવરેજ અને 4.95 ની ઇકોનૉમી રેટથી બૉલિંગ કરી છે.
અનિલ કુમ્બલે અહીં ત્રીજા નંબર પર છે. કુમ્બલેએ ઝિમ્બાબ્વે વિરુ્દ્ધ વનડે મેચોમાં 34 વિકેટો ઝડપી છે. કુમ્બલેએ આ દરમિયાન 26.85 ની બૉલિંગ એવરેજ અને 4.38 ની ઇકોનૉમી રેટથી બૉલિંગ કરી છે.
આ લિસ્ટમાં પણ ભારતીય બૉલર જ છે. પૂર્વ ફાસ્ટ બૉલર ઝહીર ખાને ઝિમ્બાબ્વે વિરુદ્ધ વનડેમાં 17.46ની બૉલિંગ એવરેજ અને 4.21 ની ઇકોનૉમીથી 32 વિકેટ ઝડપી છે.
ભારત-ઝિમ્બાબ્વેની વચ્ચે વનડેમાં સૌથી વધુ વિકેટ લેનારા ટૉપ -5 બૉલરોમાં પાંચમુ નામ જવાગલ શ્રીનાથનું છે. શ્રીનાથે ઝિમ્બાબ્વે વિરુદ્ધ 19.16ની બૉલિંગ એવરેજ અને 3.76 ની ઇકોનૉમી રેટથી 30 વિકેટો પોતાના નામે કરી છે.