IND vs AUS ODIs Stats: ઓસ્ટ્રેલિયા સામે વન ડે સીરિઝમાં આ ભારતીય બોલર્સે મચાવ્યો છે કહેર, ટોપ પર છે કપિલ દેવ
કપિલ દેવ એવા ભારતીય બોલર છે જેમણે ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં સૌથી વધુ વિકેટ લીધી છે. આ અનુભવી ઓલરાઉન્ડરે કાંગારૂ ટીમ સામે 41 મેચમાં 27.68ની બોલિંગ એવરેજથી 45 વિકેટ ઝડપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅજીત અગરકર ઓસ્ટ્રેલિયા સામેની વનડેમાં બીજા સૌથી સફળ ભારતીય બોલર રહ્યો છે. અગરકરે 21 મેચમાં 28.41ની એવરેજથી 36 વિકેટ લીધી છે
આ યાદીમાં ત્રીજા નંબર પર ફાસ્ટ બોલર પણ છે. ભૂતપૂર્વ ભારતીય બોલર જવાગલ શ્રીનાથે ઓસ્ટ્રેલિયા સામે 29 મેચમાં 36.78ની બોલિંગ એવરેજથી 33 વિકેટ લીધી છે.
હરભજન સિંહ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વનડેમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ચોથા ક્રમે છે. આ પૂર્વ સ્પિનરે 35 મેચમાં 32 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની બોલિંગ એવરેજ 46.43 રહી છે.
ભારતીય દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેએ ઓસ્ટ્રેલિયા સામે 29 વનડેમાં 31 વિકેટ ઝડપી છે. આ યાદીમાં તે પાંચમા સ્થાને છે. કુંબલેએ આ સમયગાળા દરમિયાન 40.29ની એવરેજથી બોલિંગ કરી હતી.
પૂર્વ ભારતીય ઝડપી બોલર ઈરફાન પઠાણ પણ અહીં પાંચમા સ્થાને છે. પઠાણે ઓસ્ટ્રેલિયા સામે 24 વનડેમાં 35.96ની એવરેજથી 31 વિકેટ લીધી છે.