Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
સિડનીનું મેદાન ગુલાબી રંગમાં રંગાયું, ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ પહેરી ગુલાબી કેપ
ત્રીજા દિવસે મેચ શરૂ થતા પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ પિંક કેપ પહેરી હતી. આ ટેસ્ટ મેચમાં બ્રેસ્ટ કેન્સરથી પીડિત લોકો માટે ડોનેશન કરવામાં આવે છે. પિંક ટેસ્ટ બ્રેસ્ટ કેન્સર પીડિત લોકો માટે રમવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર અને ન્યૂ સાઉથ વેલ્સના ગ્લેન મેક્ગ્રાની પત્નિ જેન મેક્ગ્રાનું મોત સ્તન કેન્સરને કારણે થયું હતું. આ ટેસ્ટ મેચથી મેળવવામાં આવેલ રકમને ગ્લેન મેક્ગ્રા ફાઉન્ડેશનને આપવામાં આવે છે.
જમાવીએ કે, સિડનીમાં પ્રથમ વખત ગુલાબી ટેસ્ટ 2009માં રમાઈ હતી. પ્રથમ વખત આ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રીકાની વચ્ચે રમાઈ હતી. ત્યાર બાદથી જ આ પ્રથા સતત ચાલી આવી છે.
આ વખતે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ રહેલ સિડની ટેસ્ટ 12મી પિંક ટેસ્ટ મેચ છે. દર વર્ષે જાન્યુઆરીમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ગુલાબી સમુદ્ર જેવું દેખાતું હતું, પરંતુ કોરોનાને કારણે આ વખતે દર્શકોની સંખ્યા ઓછી છે.
સિડનીમાં રમાઈ રહેલ આ ટેસ્ટ મેચ ખાસ છે. જણાવીએ કે, આ ટેસ્ટ મેચ પિંક ટેસ્ટ તરીકે રમાી રહી છે કારણ કે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર ગ્લેન મેક્ગ્રાની સંસ્થા ગ્લેન મેક્ગ્રા ફાઉન્ડેશન બ્રેસ્ટ કેન્સરથી પીડિત લોકોને જાગરૂક કરવા માટે અભિયાન ચલાવે છે. જેના સમર્થનમાં ગુલાબી રંગના કપડા પહેરે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે સિડનીમાં રમાઈ રહેલ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડને પૂરી રીતે ગુલાબી રંગમાં રંગાઈ ગયું. નવા વર્ષ પર સિડનીમાં દર વખતે પિંક ટેસ્ટ રમાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -