IND W vs SL W: એશિયા કપની ફાઈનલમાં ભારતીય ટીમની હારના આ રહ્યા કારણો

હાર સાથે ભારતીય ટીમ બીજી વખત એશિયા કપ ફાઇનલ હાર્યું હતું. ભારતીય ટીમ તમામ 9 સીઝનમાં ફાઇનલમાં પહોંચી છે. 2018માં બાંગ્લાદેશ અને હવે શ્રીલંકાએ હાર આપી છે. બીજી તરફ શ્રીલંકા મહિલા ટીમ આ પહેલા 5 વખત હારી હતી અને છઠ્ઠી વખત ખિતાબ જીત્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ભારતીય મહિલા ટીમ અંતિમ ઓવરોમાં શાનદાર દેખાવ કરી શકી નહોતી, જેના કારણે 20 રન ઓછા બન્યા હતા. આ ઉપરાંત કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ 11 બોલમાં 11 રન બનાવી ધીમી બેટિંગ કરી હતી.

ભારતીય મહિલા બોલર્સ પણ સારો દેખાવ કરી શકી નહોતી. શ્રીલંકાની પ્રથમ વિકેટ 7 રને પડ્યા બાદ બીજી વિકેટ માટે 94 રન સુધી રાહ જોવી પડી હતી. જે બાદ બોલર્સ વિકેટ લઈ શક્યા નહોતા.
શ્રીલંકા તરફથી કેપ્ટન ચમારી અટ્ટાપટ્ટુએ 43 બોલમાં 61 રન બનાવ્યા હતા. જ્યારે હર્ષિતા સમરવિક્રમા 51 બોલમાં 69 રન બનાવીને અને કવિશા દિલહરી 16 બોલમાં 30 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.
શ્રીલંકાની ટીમને સપોર્ટ કરવા મોટી સંખ્યામાં ફેન્સ હાજર રહ્યા હતા.