Manu Bhaker Lifestyle: ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતાડનારી મનુ ભાકર જીવે છે આવી ગ્લેમરસ લાઇફ, જુઓ તસવીરો
મનુ ભાકર હરિયાણાના ઝજ્જર જિલ્લાની રહેવાસી છે. તેણે ખૂબ જ નાની ઉંમરથી પોતાનું નામ બનાવવાનું શરૂ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાળપણમાં તેમને માર્શલ આર્ટ, ટેનિસ, બોક્સિંગ, સ્કેટિંગ જેવી ઘણી રમતોમાં રસ હતો. બાદમાં શૂટિંગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું.
મનુ ભાકરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લાઇફ સ્ટાઇલ દર્શાવતી અનેક તસવીરો છે.
વર્ષ 2017 માં, મનુએ કેરળમાં નેશનલ ચેમ્પિયનશિપમાં નવ ગોલ્ડ મેડલ જીતીને એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો, તે જ વર્ષે, મનુ ભાકરે એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
ભાકરે મેક્સિકોના ગુઆડાલજારામાં 2018 ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) વર્લ્ડ કપમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. 16 વર્ષની ઉંમરે તે વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતનારી સૌથી યુવા ભારતીય બની હતી.
આ પછી તેણે 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પીએમ મોદી સાથે મનુ ભાકર
તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ