Hardik Pandya Affair: લગ્ન પહેલા આ સુંદરીઓ સાથે જોડવામાં આવ્યું હતું હાર્દિક પંડ્યાનું નામ
Hardik Pandya Affair: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાનું નામ લગ્ન પહેલા ઘણી સુંદરીઓ સાથે જોડવામાં આવ્યું છે, જેમાં બોલીવુડ અભિનેત્રીઓ પણ સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓની લવ સ્ટોરી અને તેમના અફેરને લઈને ચાહકોમાં ભારે રસ છે. અમે તમને ટીમ ઈન્ડિયાના વર્તમાન સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાના અફેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું નામ નતાશા સ્ટેકોવિક સાથેના લગ્ન પહેલા ઘણી સુંદરીઓ સાથે જોડાઈ ચૂક્યું છે.
બોલિવૂડ એક્ટ્રેસ એશા ગુપ્તા સાથે હાર્દિક પંડ્યાનું અફેર એક સમયે ખૂબ જ ચર્ચામાં હતું. રિપોર્ટ્સ અનુસાર, બંને એકબીજાને લાંબા સમય સુધી ડેટ કરતા હતા અને વાત લગ્ન સુધી પહોંચી હતી, પરંતુ બાદમાં બંનેએ પોતાના સંબંધોનો અંત લાવી દીધો હતો. જોકે, તેણે ક્યારેય પોતાના સંબંધો વિશે જાહેરમાં વાત કરી નથી.
એલી અવરામ સાથે હાર્દિક પંડ્યાના અફેરની ખૂબ ચર્ચા થઈ હતી. બંને ઘણી જાહેરાતોમાં પણ સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમની ઘણી મુલાકાત થતી હતી. આ દરમિયાન એવા સમાચાર પણ આવ્યા હતા કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.
હાર્દિક પંડ્યાનું નામ સૌથી પહેલા કોલકાતાની મોડલ લીશા શર્મા સાથે જોડાયું હતું. તે સમયે બંનેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જો કે, બંનેએ ક્યારેય જાહેરમાં આ સંબંધ વિશે કોઈ નિવેદન આપ્યું નથી.
હાર્દિક પંડ્યાનું નામ અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે પણ જોડાઈ ચૂક્યું છે. બંને ઘણી વખત સાથે પણ જોવા મળ્યા હતા. જો કે, બંનેએ ક્યારેય ખુલ્લેઆમ અફેરના સવાલો પર કોઈ નિવેદન આપ્યું નથી.
બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચાનું સૌથી મોટું કારણ બંનેને ઘણી વખત સાથે જોવાનું હતું. સાથે પાર્ટીમાં જવા ઉપરાંત ઉર્વશી અને હાર્દિક ઈવેન્ટ્સમાં પણ જતા હતા. જો કે, આ બધી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકતા ઉર્વશીએ તેને સંપૂર્ણપણે ખોટી ગણાવી હતી.