ભારતની સ્મૃતિ મંધાનાએ બનાવ્યો એવો રેકોર્ડ કે જે મહાન પુરૂષ ક્રિકેટરો પણ નથી બનાવી શક્યા, જાણો વિગત
મુંબઇઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ મંગળવારે રમાયેલી સીરીઝની બીજી વનડે મેચમાં જોરદાર બેટિંગ કરી, સ્મૃતિ મંધાનાએ 64 બૉલમાં અણનમ 80 રન ફટકારીને ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ રમી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્મૃતિ મંધાનાની શાનદાર બેટિંગના કારણે ભારતીય ટીમે મહેમાન ટીમ દક્ષિણ આફ્રિકા સામે 9 વિકેટથી જીત મેળવી લીધી. પાંચ મેચોની સીરીઝમાં ભારતે 1-1ની બરાબરી કરી લીધી છે.
સ્મૃતિ મંધાનાની વનડેમાં આ 18મી હાફ સેન્ચૂરી છે. ડાબોડી બેટ્સમેને આની સાથે પોતાના નામે એક મોટ રેકોર્ડ પણ નોંધાવી લીધો છે.
ચેઝ કરતી વખતે સ્મૃતિ મંધાનાની વનડેમાં આ 10મો સતત 50 પ્લસનો સ્કૉર છે. આવુ કરનારી મંધાના દુનિયાની એકમાત્ર ક્રિકેટર બની ગઇ છે. આવુ ક્રિકેટમાં પુરુષ ક્રિકેટરો પણ નથી કરી શક્યા.
આ દરમિયાન ભારતની આ મહિલા ઓપનરે ન્યૂઝીલેન્ડની સૂઝી બેટ્સનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો, જેના નામે ચેઝ કરતી વખતે 9 વાર 50 પ્લસનો રેકોર્ડ નોંધાયેલો હતો. સુઝીએ આ રેકોર્ડ વર્ષ 2015 અને 2017ની વચ્ચે હાંસલ કર્યો હતો.
જોકે, સૌથી ખાસ વાત છે કે હજુ સુધી ક્રિકેટમાં આવુ ના તો કોઇ મહિલા ક્રિકેટર કરી શકી છે, ના પુરુષ ક્રિકેટર આવી ઉપલબ્ધિ મેળવી શક્યો છે. આ કમાલના રેકોર્ડની પ્રસંશા સોશ્યલ મીડિયા પર ખુબ થઇ રહી છે.