IND vs ZIM: નવા કોચ અને કેપ્ટન સાથે ઝિમ્બાબ્વે જવા રવાના થઇ ટીમ ઇન્ડિયા, રમશે પાંચ ટી-20 મેચ
IND vs ZIM T20I Series: ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે રવાના થઈ ગઇ છે. BCCIએ ભારતીય ખેલાડીઓની તસવીરો શેર કરી છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રમાશે.ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ પર પાંચ મેચની T20 શ્રેણી રમવાની છે. આ સીરીઝ માટે ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે રવાના થઈ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્રવાસ માટે સંપૂર્ણપણે નવી ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવી છે, જેમાં કોચ અને કેપ્ટન પણ નવા છે. આ શ્રેણી શનિવાર, 6 જૂલાઈથી શરૂ થશે.
2024નો T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમ તોફાનના કારણે બાર્બાડોસમાં ફસાઇ ગઇ છે. ઝિમ્બાબ્વે શ્રેણી માટે શુભમન ગિલને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે
T20 વર્લ્ડ કપ 2024ના અંત સાથે જ ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. આવી સ્થિતિમાં નેશનલ ક્રિકેટ એકેડમીના હેડ વીવીએસ લક્ષ્મણ ઝિમ્બાબ્વે પ્રવાસ પર મુખ્ય કોચ તરીકે તેમની સાથે છે.
વીવીએસ લક્ષ્મણ ઝિમ્બાબ્વે સીરીઝ માટે જ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રહેશે. આ પછી આગામી શ્રીલંકા પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચની જાહેરાત કરવામાં આવશે.
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ઘણા અનકેપ્ડ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેમણે IPL 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
યુવા ખેલાડીઓની યાદીમાં રિયાન પરાગ, અભિષેક શર્મા અને તુષાર દેશપાંડે અને પાંડેનો સમાવેશ થાય છે.