સતત વાળ ખરતા હોય અને વજનમાં ઘટાડો થાય તો આ બીમારી હોઈ શકે
હાલના દિવસોમાં તમામ લોકો થાઈરોઈડથી પરેશાન છે. થાઈરોઈડના ચપેટમાં આવવાથી દર્દીને અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ થાય છે. શરીરમાં દેખાતા કેટલાક બદલાવ પરથી અંદાજ લગાવી શકાય છે કે તમને કઈ બિમારીની ચપેટમાં આવી રહ્યા છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથાઈરોઈડ ગ્રંથિ એક જરુરી હોર્મોન રેગુલેટર છે પરંતુ આ ખાસ કરી મહિલાઓમાં સંભવ થઈ શકે છે. આ લેખમાં અમે તમને થાયરોઈડ અને તેના લક્ષણો વિશે જણાવી રહ્યા છીએ.
જ્યારે હોર્મોનના સ્તરમાં અચાનક વધઘટ થાય છે, ત્યારે શરીરમાં ઘણા લક્ષણો દેખાઈ શકે છે. જો તમને થાઇરોઇડ રોગ છે, તો તમે વિવિધ લક્ષણોનો અનુભવ કરી શકો છો. જો કે, અમુક સમયે આ લક્ષણો સામાન્ય હોઈ શકે છે.
આનાથી તમારા લક્ષણો થાઈરોઈડની સમસ્યા સાથે સંબંધિત છે કે નહીં તે જાણવું મુશ્કેલ બની શકે છે. આ કિસ્સામાં, થાઇરોઇડના લક્ષણોને બે જૂથોમાં વહેંચવામાં આવે છે. ખૂબ વધારે થાઇરોઇડ હોર્મોન (હાયપરથાઇરોઇડિઝમ) અને ખૂબ ઓછું થાઇરોઇડ હોર્મોન (હાયપોથાઇરોડિઝમ).
ચીડિયાપણું અને ગભરાટ જોવા મળે છે. ઊંઘમાં મુશ્કેલી આવી શકે છે, વજનમાં ઘટાડો થઈ શકે છે, અનિયમિત પીરિયડ્સ અથવા પીરિયડ્સ બંધ થવા, દ્રષ્ટિની સમસ્યાઓ અથવા આંખોમાં બળતરા, થાક લાગવો, વજન વધવું, ભૂલવાની બિમારી, વાળ સતત ખરે છે.
જો તમારા શરીરમાં અચાનક આ પ્રકારના કોઈ બદલાવ જોવા મળે તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.