Photos: Team India ની ક્રિકેટર મિતાલી રાજના આ ફોટોશૂટે મચાવ્યો હતો તહેલકો, જુઓ તસવીરો
મિતાલી રાજે દેશમાં મહિલા ક્રિકેટને લોકપ્રિય બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ જગતમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ઓળખ અને સ્થાન અપાવવામાં મિતાલીનો મહત્વનો રોલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ જગતમાં વીસ વર્ષ પૂરાં કરનારી મિતાલી રાજ પ્રથમ ક્રિકેટર છે. મિતાલીએ વર્ષો સુધી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ કરી હતી અને તેની કેપ્ટનશિપ હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એક નવી ઊંચાઇ પર પહોંચી.
મિતાલીનો જન્મ વર્ષ ૧૯૮૨માં રાજસ્થાનના જોધપુરમાં થયો છે. તામિલ પરિવારમાંથી આવતી મિતાલીએ દસ વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું સત્તર વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું હતું.
મિતાલીની કેપ્ટનશિપ હેઠળ જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્ષ ૨૦૦૫માં વિમેન્સ વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચી હતી, જાેકે વર્લ્ડ કપ જીતવામાં નિષ્ફળ રહી હતી. એ જ રીતે વર્ષ ૨૦૧૭માં પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી.
વર્ષ ૨૦૦૩માં અર્જુન એવોર્ડ જીતનારી મિતાલી રાજ વર્ષ ૨૦૧૩માં એક દિવસીય આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ જગતમાં પ્રથમ ક્રમાંક મેળવી ટોચની મહિલા ક્રિકેટર બની હતી.
મિતાલી રાજે 12 ટેસ્ટમાં 699 રન, 220 વન ડેમાં 7391 રન અને 89 ટી20માં 2364 રન બનાવ્યા છે.
(તમામ તસવીર સૌજન્યઃ ફેસબુક)