SRH vs RR: રાજસ્થાન-હૈદરાબાદ મેચમાં ચહલની પત્ની ધનશ્રી શાનદાર લુકમાં જોવા મળી, જુઓ Pics
IPL 2022 ની પાંચમી મેચ રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ જોવા યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી પણ પહોંચી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધનશ્રીએ પોતાના શાનદાર લુકથી બધાના દિલ જીતી લીધા હતા. ચાહકો ધનશ્રીના જોરદાર વખાણ કરી રહ્યા છે. પિંક ટોપમાં ધનશ્રી કોઈ અપ્સરાથી ઓછી દેખાઈ રહી નથી.
આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાન રોયલ્સ માટે કુલ સાત ખેલાડીઓ ડેબ્યુ કરી રહ્યા છે. તેમાં દેવદત્ત પડિક્કલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, નાથન કુલ્ટર-નાઈલ, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ અને પ્રખ્યાત કૃષ્ણા છે.
રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. યશસ્વી જયસ્વાલે 16 બોલમાં 20 અને જોસ બટલરે 28 બોલમાં 35 રન બનાવ્યા હતા.
મેચમાં એક રમુજી ઘટના બની. વાસ્તવમાં, ભુવનેશ્વર કુમારે બટલરને પ્રથમ ઓવરમાં જ તેના સ્વિંગથી પરેશાન કર્યા હતા. ચોથા બોલ પર ભુવી પણ બટલરને સ્લિપમાં કેચ આઉટ કરાવ્યો હતો. તે સમયે બટલર ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જો કે, તે નો બોલ નીકળ્યો અને બટલરને જીવન મળ્યું.