આ ગુજરાતી ક્રિકેટરે ખરીદી એક કરોડ રૂપિયાની કાર, IPLથી કરી છે કરોડોની કમાણી
ગુજરાતી ક્રિકેટર જયદેવ ઉનડકડ IPL 2018નો સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે. હાલમાં જ તેણે 1 કરોડ રૂપિયાથી વધુની કાર ખરીદી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIPLએ ભારતના ક્રિકેટરોની આર્થિક સ્થિતિ ઘણી સારી કરી દીધી છે. તેણે ઘણા યુવા ક્રિકેટરોને તેમની પ્રતિભા દર્શાવવાની તક આપી છે, જેમાં જયદેવ ઉનડકટનો પણ સમાવેશ થાય છે.
જયદેવ ઉનડકટ પણ ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ રહી ચૂક્યો છે. તાજેતરમાં લાંબા સમય પછી તેને ટીમમાં વાપસી કરવાની તક મળી હતી.
જો કે, ઉનડકટને આઈપીએલથી વાસ્તવિક ઓળખ મળી જ્યારે તેને 2018ની સીઝનમાં સૌથી મોંઘો ખેલાડી પણ સાબિત થયો હતો.
આ ક્રિકેટરે હાલમાં જ મર્સિડીઝ બેન્ઝ GLE SUV ખરીદી છે, જેની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ છે.
આ SUV મર્સિડીઝની લક્ઝુરિયસ કારમાંથી એક છે, જે માત્ર 7.2 સેકન્ડમાં શૂન્યથી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે અને 225 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડથી દોડી શકે છે.
IPL તેની કમાણીનો મુખ્ય સ્ત્રોત છે. આ ટૂર્નામેન્ટમાંથી ઘણા ક્રિકેટરોને ધનકુબેર બનવાની તક મળી છે.
જયદેવ ઉનડકટની વર્તમાન કમાણી દર મહિને 40 હજાર ડોલરથી વધુ છે. એટલે કે દર મહિને તે 33 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યો છે.
જયદેવ ઉનડકટની વર્તમાન નેટવર્થ 6 મિલિયન ડોલર એટલે કે 50 કરોડ રૂપિયાથી વધુ છે.